
સ્વેચ્છાએ પુરાવો આપવાથી વિશેષાધિકાર જતો કરવામાં આવતો નથી
દાવાનો કોઇ પક્ષકાર તેમા પોતાની મેળે અથવા બીજી રીતે પુરાવો આપે તેથી તેણે કલમ ૧૨૬માં જણાવી છે એવી બાબત પ્રગટ કરવાની સંમતિ આપી છે એમ ગણાશે નહિ અને દાવાનો કોઇ પક્ષકાર એવા કોઇ બેરિસ્ટર પ્લીડર એટની કે વકીલને સાક્ષી તરીકે બોલાવે ત્યારે જે વિષે તે પક્ષકાર તરફથી તેને પૂછવામાં આવ્યુ ન હોય તો જે પ્રગટ કરવાની તેને છૂટ ન રહે તે બાબતો વિષે તેને પૂછવામાં આવે તો જ તે પ્રગટ કરવાની તે પક્ષકારે સંમતિ આપી છે એમ ગણાશે.
Copyright©2023 - HelpLaw