કાયદા સહાલકારોને જણાવેલી ખાનગી બાબતો - કલમ:૧૨૯

કાયદા સહાલકારોને જણાવેલી ખાનગી બાબતો

કોઇ વ્યકિતને તેની અને તેના કાયદાના વ્યવસાયી સલાહકાર વચ્ચેની ખાનગી બાબતો અદાલત સમક્ષ પ્રગટ કરવાની ફરજ પાડી શકાશે નહિ સિવાય કે તે પોતે સાક્ષી તરીકે જાતે આવે અને તેમ થાય ત્યારે તેણે આપેલા પુરાવાનો ખુલાસો કરવા માટે જાણવાનુ અદાલતને જરૂરી જણાય તે જ બાબતો પ્રગટ કરવાની તેને ફરજ પાડી શકાશે પણ બીજી બાબતો નહિ.