પક્ષકાર ન હોય તેવા સાક્ષીના હકપત્રો રજૂ થવા બાબત - કલમ:૧૩૦

પક્ષકાર ન હોય તેવા સાક્ષીના હકપત્રો રજૂ થવા બાબત

દાવાના પક્ષકાર ન હોય એવા કોઇ સાક્ષીને કોઇ મિલકત સંબંધી તેના હકપત્રો અથવા પોતે ગીરોદાર અથવા આડમાં લેનાર તરીકે જેની રૂએ કોઇ મિલકત ધરાવતા હોય તે દસ્તાવેજો અથવા તે રજૂ કરવાથી તે ગુનામાં આવી જાય તેવો દસ્તાવેજ રજૂ કરવાની ફરજ પાડી શકાય નહિ સિવાય કે એવા હકપત્રો રજૂ કરાવવા માંગતી વ્યકિત સાથે અથવા જેની મારફત મેળવેલ હક ઉપરથી તે દાવો કરતી હોય તેની સાથે તેણે તે દસ્તાવેજો રજૂ કરવાની લેખિત કબૂલાત કરી હોય. ઉદ્દેશ્યઃ- પક્ષકાર ન હોય તેવા સાક્ષીને તેના હકકપત્રકો રજૂ કરવાની ફરજ પાડવાની કોશિષ કરી તેને અસુવિધામાં ન મૂકવા તે આ કલમનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આનો હેતુ એ છે કે આવા બિનપક્ષકાર સાક્ષીના હકકપત્રકો તપાસવાં જોઇએ નહિ રજૂ કરવાં દેવા પણ જોઇએ નહી. ઘટકો:- આ કલમ જે પક્ષકાર ન હોય તેવા સાક્ષીને રક્ષણ આપે છે અને તેને (૧) તેની મિલકતના કોઇ હકક પત્રકો (૨) દસ્તાવેજો કે જેનાથી તે ગીરોદાર કે આડમાં લેનાર જાહેર થતો હોય (૩) એવો કોઇ દસ્તાવેજ કે જે રજૂ કરવાથી તે ગુનેગાર સાબિત થાય તેવા દસ્તાવેજો રજૂ કરવામાંથી આવા સાક્ષીને રક્ષણ આપે છે. પરંતુ આ દસ્તાવેજો કોઇ કરાર લેખિતમાં થયા હોય તોજ આ તે રજૂ કરવાના થાય છે.