
બીજી વ્યકિતના કબજામાં હોય અને જે રજૂ કરવાનો ઇન્કાર કરી શકે તેવા દસ્તાવેજો અને ઇલેકટ્રોનિક રેકોર્ડ રજૂ કરવા બાબત
કોઇ બીજી વ્યકિતના કબજામાં હોય અથવા નિયંત્રણમાં હોય તો રજૂ કરવાનો ઇન્કાર કરવાનો તેને હક હોત તો એવી કોઇ વ્યકિતના કબજામાંના દસ્તાવેજો અથવા નિયંત્રણમાંના ઇલેક્ટ્રોનિક રેકોડૅ રજૂ કરવાની તે વ્યક્તિને ફરજ પાડી શકાશે નહિ સિવાય કે તે બીજી વ્યકિતને તે દસ્તાવેજો અથવા ઇલેકટ્રોનિક રેકોડૅ રજૂ કરવાની સંમતિ આપી હોય. ઉદ્દેશ્ય: અહીં બીજી વ્યકિત એટલે અન્યના વતી દસ્તાવેજ ધરાવતી વ્યકીત આવી બીજી વ્યકિતઓ સામાન્ય રીતે મૂળ વ્યકિતના ટ્રસ્ટી ગીરોદાર એટની કે એજન્ટ હોઇ શકે છે. આવી વ્યકિતઓના કબજામાં કોઇ દસ્તાવેજો અથવા તેમના નિયંત્રણમાં કોઇ ઇલેકટ્રોનિક રેકર્ડ હોય તો તે રજૂ કરવા સામે આવી બીજી વ્યકિતઓને વિશેષાધિકાર મળે છે. ઘોઃ- (૧) અસલ દસ્તાવેજો કે ઇલેકટ્રોનિક રેકર્ડે જે વ્યકિત હાલ ધરાવે છે. તે ખૂદ માલિક હોવો ન જોઇએ. (૨) પરંતુ મૂળમાલીકને આ દસ્તાવેજો ન કે ઇલેકટ્રોનિક રેકર્ડ ધરાવવા અંગે જે હકો મળતા હોય તેજ હકો બીજી વ્યકિતને પાસે કે કોર્ટમાં રજૂ કરવા માટે હકકો મળે છે. (૩) પરંતુ આ વિશેષાધિકાર મૂળ માલિક જો પણ કરી શકે અને દસ્તાવેજ કે ઇલેકટ્રોનિક રેકડૅ કોટૅમાં રજૂ કરી શકે. ટિપ્પણી:- જયારે કંપની દસ્તાવેજ આપવાનો ઇન્કાર કરે ત્યારે તેના કમૅચારીઓ આવા દસ્તાવેજ આપવાનો ઇન્કાર કરી છે.
Copyright©2023 - HelpLaw