જવાબ આપવાથી પોતે ગુનામાં આવી જશે એ કારણે સાક્ષીને જવાબ આપવામાંથી મુકિત મળે નહિ - કલમ:૧૩૨

જવાબ આપવાથી પોતે ગુનામાં આવી જશે એ કારણે સાક્ષીને જવાબ આપવામાંથી મુકિત મળે નહિ

કોઇ દાવામાં કે કોઇ દીવાની અથવા ફોજદારી કાયૅવાહીમાં વાદગ્રસ્ત હકીકત સાથે પ્રસ્તુત હોય એવી કોઇ બાબત વિષે પૂછેલા કોઇ સવાલનો જવાબ આપવાથી પોતે ગુનામાં આવી જશે અથવા સીધી કે આડકતરી રીતે પોતે ગુનામાં આવી જાય તેમ છે અથવા તેથી પોતે કોઇ પ્રકારના દંડને કે જપ્તીને પાત્ર બનશે અથવા સીધી કે આડકતરી રીતે પાત્ર બને તેમ છે તે કારણે કોઇ સાક્ષીને જવાબ આપવામાંથી મુક્ત કરી શકાશે નહિ પરંતુ જે જવાબ આપવાની કોઇ સાક્ષીને ફરજ પાડવામાં આવી હોય તેનાથી તે ધરપકડ કે ફોજદારી કામને પાત્ર બનશે નહિ અથવા તે જવાબ આપીને ખોટો પુરાવો આપવા માટેની ફોજદારી કાર્યવાહી સિવાય કોઇ ફોજદારી કાર્યવાહીમાં તેના વિરૂધ્ધ તે સાબિત કરી શકાશે નહિ. ઉદ્દેશ્ય:- પોતાની ગુનેગારી દર્શાવતી હકીકત તે વ્યકિતના પોતાના મોઢામાંથી બહાર ન આવવી જોઇએ અને કોઇ વ્યકિત કે સતાધીકારીને કોઇ પણ જાતની કાર્યરીતિમાં કોઇ વ્યકિતને સાક્ષી તરીકે બોલાવી તેની પાસેથી ગુનાહિત બાબતો જાહેર કરવા માટે ફરજ પાડવી જોઇએ નહિ આ સિધ્ધાંત ઉપર આ કલમ રચવામાં આવી છે. પછી તે કાયૅરીતિ દિવાની ફોજદારી કે વહીવટી પ્રકારની ભલે હોય. ઘટકોઃ- (૧) ફોજદારી કામને પાત્ર થશે અથવા થવાનો ભય છે તેવી દહેશતના કારણે સાક્ષીને પૂછેલા સવાલ અંગે સાક્ષી આપવામાંથી મુક્તિ મળી શકે નહીં. (૨) પરંતુ જો સાક્ષીને સાક્ષી આપવાની ફરજ પાડવામાં આવે તો માત્ર ખોટો પુરાવો આપવા બાબતની સિવાય કોઇ ફોજદારી કામ તેની સામે ચલાવી શકાશે નહિ