
ગુના-સાથી
કોઇ ગુના સાથી કોઇ આરોપી વિરૂધ્ધ સાક્ષી આપી શકશે અને સમથૅન વિનાની ગુના-સાથી ઉપરથી થઇ હોવાને કારણે જ ગુનાની સાબિતી ગેરકાયદેસર થતી નથી. સિધ્ધાંતઃ- ગુના સાથીના પુરાવો ભલે સમથૅન વિનાના હોય તો પણ આવા પુરાવા ઉપર કોટૅ સજા કરી શકે છે. ઘટકોઃ- (૧) ગુના સાથી તરીકે તે સાબિત થયેલો હોવો જોઇએ. (૨) આરોપી ગુનો કરવા બાબતે અને ગુના સાથે જોડાવા બાબતે તેણે પુરાવો આપેલો હોવો જોઇએ. (૩) આવો પુરાવો ભલે તેને સમથૅન ન હોય તો પણ કોટૅ સજા કરી શકે.
Copyright©2023 - HelpLaw