સાક્ષીઓની સંખ્યા
કોઇ હકીકતની સાબિતી માટે સાક્ષીઓની અમુક જ સંખ્યા કોઇ કેસમાં આવશ્યક ગણાશે નહિ. ઉદ્દેશ્ય:- અહીં સિધ્ધાંત એ છે કે કોઇપણ હકીકત સાબિત કરવા માટે સાક્ષીઓની સંખ્યા નહિ પરંતુ જુબાની (પુરાવાની) ગુણવતા જોવાની થાય છે. પછી ભલે એક જ સાક્ષી હોય જેની જુબાની વિશ્ર્વસનીય અને મહત્વની બાબત ઉપર પ્રકાશ નાખતી હોય.
Copyright©2023 - HelpLaw