
સાક્ષીઓ રજૂ કરવાનો અને તેમને તપાસવાનો ક્રમ
સાક્ષીઓ રજૂ કરવાના અને તેમને તપાસવાનો ક્રમનું અનુક્રમે દીવાની અને ફોજદારી કાયૅવાહી સંબંધી તે સમયના કાયદા અને શિરસ્તા મુજબ અને એવા કોઇ કાયદા ન હોય તો અદાલતથી પોતાની વિવેકબુધ્ધિ અનુસાર નિયમન કરવામાં આવશે. ઉદ્દેશ્ય:- આ કલમ સાક્ષીઓને તપાસવાનો ક્રમ શો હોઇ શકે તેને લગતી છે દિવાની કેસમાં દિવાની કાયૅરીતિના નિયમ મુજબ ને ફોજદારી કેસમાં ફોજદારી કાયૅરીતિના નિયમ મુજબ સાક્ષીના જથ્થાનો ક્રમ શી રીતે આપવો તે નકકી કરે છે. જે પક્ષકારે પોતાની હકીકત સાબિત કરવાની હોય તે પક્ષકાર સામાન્યતઃ સાક્ષીઓને તપાસવાનો ક્રમ પસંદ કરે છે. પરંતુ આવો કોઇ ક્રમ નકકી કરવામાં આવેલો ન હોય ત્યારે કોટૅ આ સાક્ષીઓનો ક્રમ પોતાની વિવેકબુધ્ધિ ઉપર નકકી કરે છે.
Copyright©2023 - HelpLaw