સરતપાસ
કોઇ સાક્ષીને જેણે બોલાવ્યો હોય તે પક્ષકાર તેની તપાસ કરે તે સરતપાસ કહેવાશે. ઉલટતપાસઃ- પ્રતિપક્ષી કોઇ સાક્ષીની તપાસ કરે તે ઉલટતપાસ કહેવાશે. ફેરતપાસઃ- કોઇ સાક્ષીને જેણે બોલાવ્યો હોય તે પક્ષકાર તે સાક્ષીને ઉલટતપાસ થયા પછી તેની તપાસ કરે તે ફેરતપાસ કહેવાશે. ઉદ્દેશ્ય:- ભારતમાં ન્યાયિક પધ્ધતિ Adversary system એટલે કે વિરોધી પ્રથા ઉપર નિભૅર છે. જયાં પોતાનો કેસ સાબિત કરવા સાક્ષી પોતાના સાક્ષીની જુબાની કોટૅ સમક્ષ લે છે જેને સરતપાસ કહે છે. આ સરતપાસ પછી વિરોધી પક્ષકાર આ સાક્ષીની ઉલટતપાસ પોતાના મુદદ્દાની હકીકતો તેના પાસેથી કઢાવવાનો પ્રયત્ન કરે છે. અને આ ઉલટતપાસમાં કોઇ નવી બાબતો આવતાં જેણે સાક્ષી બોલાવ્યો હોય તે કોટૅની પરવાનગીથી આવા સાક્ષીની ફેરતપાસ કરે છે.
Copyright©2023 - HelpLaw