તપાસવાનો ક્રમ - કલમ:૧૩૮

તપાસવાનો ક્રમ

સાક્ષીઓની પ્રથમ સરતપાસ કરવામાં આવશે. (પછી પ્રતિપક્ષી ઇચ્છે તો) તેની ઉલટતપાસ કરવામાં આવશે. (પછી જેણે તેને બોલાવ્યો હોય તે પક્ષકાર ઇચ્છે તો) તેની ફેરતપાસ કરવામાં આવશે. સરતપાસ અને ઉલટતપાસ પ્રસ્તુત હકીકતો સંબંધી હોવી જોઇએ પણ ઉલટતપાસ સાક્ષીને તેની સરતપાસમાં જેની સાક્ષી આપી હોય તે હકીકતો પૂરતી મયૅાદિત રાખવી જરૂરી નથી. ફેરતપાસનું લક્ષ્યઃ- ફેરતપાસનું લક્ષ્ય ઉલટતપાસમાં ઉલ્લેખેલી બાબતોનો ખુલાસો કરવાનું હોવુ જોઇશે અને અદાલતની પરવાનગીથી ફેરતપાસ માં નવી બાબત દાખલ કરવામાં આવી હોય તો પ્રતિપક્ષી તે બાબત ઉપર વધુ ઉલટતપાસ કરી શકશે. ઉદ્દેશ્ય:- આપણી ભારતીય ન્યાયિક પ્રથા Adversary system એટલે કે વિરોધી પ્રથા ઉપર આધારિત છે. એટલે જયારે કોઇ પક્ષકાર પોતાના સાક્ષીની સરતપાસ લે ત્યારે તેજ સાક્ષીની પ્રતિપક્ષી ઉલટતપાસ લે છે અને ઉલટતપાસમાં કોઇ નવી બાબતે મુંઝવણ પેદા કરનારો સવાર ઊભો થાય તો સાક્ષીને બોલાવનાર પક્ષકાર આ નવી બાબત કે મુંઝવણ ભરી સ્થિતિ અંગે ફેરતપાસ કરી શકે છે અને આ ફેરતપાસમાં કોઇ મુદૃા વિષે ખુલાસો કરવાનો થાય તો પ્રતિપક્ષી કોટૅની પરવાનગી લઇ આ ફેરતપાસ થયેલ સાક્ષીની તેટલા જ મુદ્દાઉપર ઉલટ તપાસ લઇ શકે છે.