
દસ્તાવેજ રજૂ કરવા માટે બોલાવેલા સાક્ષીની ઉલટતપાસ
કોઇ દસ્તાવેજ રજૂ કરવા માટે કોટૅ બોલાવેલી વ્યકિત પોતે દસ્તાવેજ રજૂ કરે તેટલા ઉપરથી જ સાક્ષી બની જતી નથી અને તેને સાક્ષી તરીકે બોલાવવામાં આવે નહિ ત્યાં સુધી તેની ઉલટતપાસ કરી શકાય નહી. ટિપ્પણીઃ- આ કલમ મુજબ જે વ્યકિતને કોઇ દસ્તાવેજ રજૂ કરવા સમન્સ પાઠવ્યો હોય તે સાક્ષી બની જતો નથી અને માત્ર કોટૅમાં દસ્તાવેજ રજુ કરવાથી તેની ઉલટતપાસ થઇ શકે નહિ. ઉલટતપાસ લેવાની હોય ત્યારે સાક્ષીને સાક્ષી તરીકે કોટૅ દ્રારા બોલાવવાનો થાય છે. આ બાબત સીવીલ પ્રોસીજર કોડ ઓ. ૧૬ રૂ.૬ અને ૧૫ અને ક્રીમીનલ પ્રોસીજર કોડ ૯૧(૨) ૧૯૭૩ જોડે વાંચવી જરૂરી છે. આમા એ પ્રાવધાન છે કે (૧) કોઇપણ વ્યકિતને માત્ર દસ્તાવેજ આપવા અને પુરાવો ન આપવા માટે બોલાવી શકાય (૨) કોઇ વ્યકિતને સમન્સ મોકલી માત્ર દસ્તાવેજ જ રજૂ કરવાનું જણાવ્યુ હોય અને તે વ્યકિત આ દસ્તાવેજ જાતે કે તેની અન્ય વ્યકિત દ્રારા તે | રજૂ કરશે. બીજી વ્યકિત પાસે આવો દસ્તાવેજ રજૂ કરાવતા જેને સમન્સ મોકલાયો છે તે વ્યકિતને કોટૅમાં હાજર રહેવાનું જરૂરી નથી.
Copyright©2023 - HelpLaw