ચારીત્ર્ય વિશેના સાક્ષીઓ - કલમ:૧૪૦

ચારીત્ર્ય વિશેના સાક્ષીઓ

ચારિત્ર્ય વિષે સાક્ષી આપનારાઓની ઉલટતપાસ અને ફેરતપાસ કરી શકાશે. ટિપ્પણી:- ઇગ્લેન્ડમાં જે સાક્ષીને આરોપીના ચારીત્ર્ય વિષેની જાણકારી માટે બોલાવવામાં આવ્યો હોય તેની ખાસ સંજોગો સિવાય ઉલટ તપાસ કરી શકાતી નથી. અનું કારણ મુખ્યત્વે આવી (આડ) બાબતો માટે ખોટો સમય વ્યથૅ કરી ટ્રાયલ ન લંબાવવાનો હેતુ હોઇ શકે આ કલમ ૧૪૦ દેખીતી રીતે ખૂબ જ સાવધાનીથી ધ્યાનમાં લેવામાં આવી છે. જેનાથી એવી દલીલ ન થઇ શકે કે સાક્ષીની ચારીત્ર્ય બાબતેની ઉલટતપાસ લેવાની મનાઇ છે. એવુ પ્રતિત થાય. આ કલમમાં May be cross examined એવું જણાવ્યું છે. આ શબ્દ May બતાવે છે ઉલટતપાસ કે ફેર તપાસ આદેશાત્મક નથી. આ અંગે કલમ ૫૨ થી ૫૫ જે ચારિત્ર્ય બાબતેની ચચા કરેલ છે તે ધ્યાનમાં રાખવાની થાય છે અને તેમા જે ભલામણો કરાયેલી છે તે ધ્યાને લેવાની થાય છે.