સૂચક પ્રશ્નો કયારે પૂછી શકાય નહિ. - કલમ:૧૪૨

સૂચક પ્રશ્નો કયારે પૂછી શકાય નહિ.

પ્રતિપક્ષ વાંધો ઉઠાવે તો સરતપાસમાં અથવા ફેરતપાસમાં અદાલતની પરવાનગી સિવાય સૂચક પ્રશ્નો પૂછી શકાશે નહિ. પ્રાસ્તાવિક કે બિનતકરારી હોય અથવા જે અદાલતના અભિપ્રાય મુજબ પૂરતી રીતે સાબિત થઇ ચૂકી હોય એવી બાબતો વિષે અદાલત સૂચક પ્રશ્નો પૂછવાની પરવાનગી આપશે