
લખીને અગાઉ કરેલા કથનો વીશે ઉલટતપાાસ કરવા બાબત
વિવાદાસ્પદ બાબતોને પ્રસ્તુત હોય તેવાં પોતે લખીને કરેલા અથવા લખી લેવાયેલા કથનો એને બતાવ્યા કે સાબિત કયૅ । સિવાય કોઇ પણ સાક્ષીની ઉલટતપાસ કરી શકાશે પણ તે લખાણથી તેનું ખંડન કરવાનો ઇરાદો હોય તો તે લખાણ સાબિત કરી શકાય તે પહેલા તે લખાણના જે ભાગો તેનું ખંડન કરવાના હેતુ માટે વાપરવાના હોય તેના તરફ એનું ધ્યાન દોરવું પડશે. ઉદ્દેશ્યઃ- આ કલમ તે સામાન્ય નિયમોનો અપવાદ છે. લેખિત દસ્તાવેજ જયાં સુધી રજૂ કરવામાં ન આવે ત્યાં સુધી આ લેખિત દસ્વેતાવેજોની વિગતોના ઉપયોગ કરી શકાય નહિ આ કલમ હોવી એટલા માટે જરૂરી છે કે જયારે સાક્ષી એ કહે કે તેણે અગાઉ કોઇ કથન કરેલુ જ નથી.
Copyright©2023 - HelpLaw