ઉલટતપાસમાં કાયદેસરના પ્રશ્નો
કોઇ સાક્ષીની ઉલટતપાસ કરવામાં આવે ત્યારે આમા અગાઉ ઉલ્લેખેલા પ્રશ્નનો ઉપરાંત એવા કોઇ પણ પ્રશ્નો પૂછી શકાશે કે જેનો આશય (૧) તેનું ખરાપણું ચકાસવાનો હોય (૨) તે કોણ છે અને તેના જીવનની સ્થિતિ શું છે તે જાણવાનો હોય. (૩) એવા પ્રશ્નોના જવાબ આપવાથી તે સીધી કે આડકતરી રીતે ગુનામાં આવી જાય તેવુ હોય અથવા જેથી તે દંડ કે જપ્તીને પાત્ર થાય અથવા સીધી કે આડકતરી રીતે પાત્ર થવાનો સંભવ હોય તો પણ તેના ચારિત્ર્યને ધકકો પહોંચાડીને તેના ખરાપણાને ધકકો પહોચાડવાનો હોય. પરંતુ એમ જોગવાઇ કરવામાં આવી છે કે પેનલ કોડની કલમ ૩૭૬(૧) અથવા (૨) ૩૭૬ એ, ૩૭૬(બી) ૩૭૬(સી) ૩૭૬(ડી) અથવા ૩૭૬(ઇ) હેઠળના આપરાધની ફોજદારી કાયૅવાહીમાં અથવા આવો કોઇ અપરાધ કરવાના પ્રયત્નમાં જયાં સંમતિનો પ્રશ્ન વિવાદી હોય ત્યાં ભોગ બનનારના સામાન્ય અનૈતિક ચારિત્ર્ય વિષે અથવા કોઇપણ વ્યકિત સાથે તેના અગાઉના જાતિય અનુભવ વિષે આવી સંમતિ અથવા સંમતિની ગુણવતા કે તેનો પ્રકાર પુરવાર કરવા માટે પ્રશ્નો પૂછી શકાશે નહિ. અથવા એવો પુરાવો ટાંકી શકાશે નહી. ૫:- કલમ ૧૪૬ એ દશાવે છે કે સાક્ષીના ચારિત્ર્યને હાની પહોંચાડી તેની વિશ્વસનીયતાને ધકકો પહોંચાડી શકાય આ રીતે સાક્ષીની વિશ્વસનીયતાને ધકકો પહોંચાડવા માટે લેવાની ઉલટ તપાસનુ કલમ ૧૪૬ થી ૧૫૫ માં નિયંત્રણ કરવામાં આવેલુ છે આ કલમ ૧૪૬ નુ નિયંત્રણ કલમ ૧૫૩ દ્રારા થાય છે. જે કહે છે કે જયારે સાક્ષીના ખરાપણા બાબતે સવાલ પૂછવામાં આવે અને તેણે કોઇ જવાબ આપ્યો હોય તો આવા જવાબનું ખંડન કરવાનો પુરાવો બહાર રાખવામાં આવે છે. સુપ્રિમ કોટૅ શ્રી એન. શ્રીરામ રેડ઼ી વગેરે વિ. શ્રી વી.વી.ગીરી ૧૯૭૦ એસ.સી.સી ૩૪૦ દ્રારા નીચે પ્રમાણે નીરીક્ષણ કરેલુ છે. આ બાબતે એડવોકેટ કલમ ૧૪૬ ૧૫૩નો બીજો અપવાદ અને કલમ ૧૫૫(૩) ઉપર આધાર રાખતા હતા કલમ ૧૪૬(૧) માં સાક્ષીને તેની સાક્ષીની ખરાપણુ બાબતે સવાલ કરાય છે. કલમ ૧૫૩ તે ખરાપણાના ખંડન બાબતેનો પુરાવો બહાર રાખે છે. પરંતુ અપવાદ (૨)માં જણાવ્યા પ્રમાણે સાક્ષીને તેની તટસ્થતા ઉપર દોષારોપણ કરતો સવાલ પૂછવામાં આવે અને તે આ બાબતે ના પાડે તો તેના આ જવાબનું ખંડન કરી શકાશે.
Copyright©2023 - HelpLaw