પ્રશ્ન કયારે પૂછી શકાય અને સાક્ષીને જવાબ આપવાની કાયરે ફરજ પાડી શકાય તેનો કોર્ટે નિણૅય કરવા બાબત. - કલમ:૧૪૮

પ્રશ્ન કયારે પૂછી શકાય અને સાક્ષીને જવાબ આપવાની કાયરે ફરજ પાડી શકાય તેનો કોર્ટે નિણૅય કરવા બાબત.

સાક્ષીના ચારિત્ર્યને હાનિ પહોંચાડીને તેની વિશ્વસનીયતાને અસર કરવા પુરતો હોય તે સિવાય દાવા કે કાયૅવાહીને અપ્રસ્તુત એવી બાબત સંબંધમાં કોઇ પ્રશ્ન હોય તો સાક્ષીને તેનો જવાબ આપવાની ફરજ પાડવી કે નહિ તેનો નિણૅય અદાલત કરશે અને પોતાને યોગ્ય લાગે તો સાક્ષીને તે ચેતવણી આપી શકશે કે તે પ્રશ્નનો જવાબ આપવાની તેની ફરજ નથી. પોતાની વિવેકબુધ્ધિ વાપરવામાં ન્યાયાલય નીચેની બાબતો લક્ષમાં રાખશે. (૧) પ્રશ્નનો એવા સ્વરૂાના હોય કે તેથી સૂચિત આક્ષેપનું ખરાપણુ તે સાક્ષી જેની સાહેદી આપતો હોય તે બાબતમાં તેની વિશ્વસનીયતા વિષેકોટૅના અભિપ્રાયને ગંભીર રીતે અસર કરે તેમ હોય તો તે પ્રશ્નો ઉચિત છે. (૨) પ્રશ્નો દ્રારા સૂચિત આક્ષેપ એટલા બધા વખત પહેલાની બાબતો સંબંધી હોય અથવા એવા પ્રકારનો હોય કે તે આક્ષેપનું ખરાપણું તે સાક્ષી જેની સાહેદી આપતો હોય તે બાબતમાં તેની વિશ્ર્વનીયતા વિષે અદાલતના અભીપ્રાયને અસર ન કરે અથવા જુજ પ્રમાણમાં અસર કરે તેમ હોય તો એવા પ્રશ્નો ઊચિત નથી. (૩) સાક્ષીની ચારિત્ર્ય વિરૂધ્ધ કરેલા આક્ષેપોના મહત્વ અને તેની પુરાવાના મહત્વ વચ્ચે ઘણો ફેર હોય તો એવા પ્રશ્નો ઉચિત નથી. (૪) સાક્ષીના જવાબ આપવાના ઇન્કાર ઉપરથી અદાલત પોતાને યોગ્ય લાગે તો એવું અનુમાન કરી શકશે કે જવાબ અપાયો હોત તો તે પ્રતિકૂળ હોત. સિધ્ધાંતઃ- ઉલટ તપાસ વખતે સાક્ષીને બધી જ હકીકતો બાબતે સવાલ પૂછવામાં આવે છે જેમાંની કેટલાક મુદ્દાની હકીકત બાબતે હોય છે અથવા કેટલાક સવાલો મુદ્દાની હકીકતને પ્રસ્તુત હોય છે. (આ પ્રસ્તુતા બાબતે પ્રકરણ બીજામાં ચર્ચે ! કરી છે) આ ઉપરાંત સાક્ષીને તેની વિશ્વસનીયતા અને ભરોસા બાબતે સવાલ કરવામાં આવતા હોય છે. આ જાતના સવાલો પૂછવા બાબતેનું પ્રવધાન કલમ ૧૪૫ ૧૪૬ અને કલમ ૧૫૫માં કરવામાં આવ્યુ છે. આ કલમોમાંથી છેલ્લુ સેકશન (કલમ) સાક્ષીની ચારિત્ર્ય ઉપર દોષારોપણ કરી તેને હાનિ કરી તેની વિશ્ર્વસનીયતા ઉપર અસર કરે તે બાબતેના સવાલ પૂછી શકાય. પરંતુ કોઇ સ્વતંત્ર પુરાવા આ હકીકત બાબતે પુરાવામાં ગ્રાહ્ય હોઇ એ બતાવે છે કે આ સ્વતંત્ર પુરાવો પણ ઉલટતપાસનો ભાગ બની જાય છે. કલમ ૧૪૫ ૧૪૬ ૧૫૫નો હેતુએ બતાવવાનો છે કે સાક્ષી ભરોસાપાત્ર નથી. ચુસ્ત રીતે જોતા આ સવાલો પ્રસ્તુત હકીકત સાથે સંબંધ રાખતા નથી. સાક્ષીની જુબાનીને માનવી જોઇએ કે નહિ તેજ મુદ્દા ઉપર આ ઉલટતપાસ થયેલી હોય છે મૌખિક પુરાવા ઉપર આધારિત ફૈસલા માટે આ એક ખૂબ જ મહત્વની બાબત બની રહે છે.