
અશિષ્ટ અને નિંદાયુકત પ્રશ્નો
અદાલત સમક્ષના પ્રશ્નો સાથે કંઇક સંબંધ ધરાવતા હોય છતા અદાલત પોતે જેને અશિષ્ટ કે નિંદાયુકત ગણે તેવા કોઇ પ્રશ્નો પૂછવાની અથવા તેવી પૂછપરછ કરવાની અદાલત મના કરી શકશે સિવાય કે વાદગ્રસ્ત હકીકત સંબંધે અથવા વાદગ્રસ્ત હકીકત અસ્તિત્વમાં હતી કે નહિ તેનો નિણૅય કરવા માટે જાણવી જરૂરી હોય તેવી બાબતો સંબંધી તે હોય ઉદ્દેશ્યઃ- આ કલમ મુજબ કોટૅ અશિષ્ટ કે નિંદાયુકત સવાલો જે કોટૅને લાગતા હોય તેવા સવાલો સાક્ષીને પૂછવા પરવાનગી આપશે નહિ. ભલે પછી આ સવાલો ન્યાયાલય સમક્ષના પશ્નો સાથે કોઇ સબંધ રાખે પરંતુ વાદગ્રસ્ત સબંધેના કે વાદગ્રસ્ત હકીકત અસ્તિત્વમાં હતી કે નહિ તે જાણવા વિષે જેટલી જરૂરી હકીકતો હોય તે વિષે પશ્નો પૂછવાની પરવાનગી આપશે.
Copyright©2023 - HelpLaw