ખરાપણું પારખવા માટે પૂછેલા પ્રશ્નોના જવાબનું ખંડન કરવા પુરાવો નહિ લેવા બાબત - કલમ:૧૫૩

ખરાપણું પારખવા માટે પૂછેલા પ્રશ્નોના જવાબનું ખંડન કરવા પુરાવો નહિ લેવા બાબત

તપાસમાં સાક્ષીને તેના ચારિત્ર્યને હાનિ પહોંચાડીને તેની વિશ્ર્વાસપાત્રતાને ધકકો પહોંચાડતો હોય તેટલા પૂરતો જ પ્રસ્તુત હોય તેવો કોઇ પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય અને તેણે જવાબ આપ્યો હોય ત્યારે તેનુ ખંડન કરવા માટે કોઇ પુરાવો આપી શકાશે નહિ પણ તે ખોટો જવાબ આપે તો પાછળથી ખોટી જુબાની આપવા માટે તેના ઉપર તહોમત મૂકી શકાશે. અપવાદઃ-૧ કોઇ સાક્ષીને પૂછવામાં આવે કે અગાઉ તેને કોઇ ગુના માટે દોષિત ઠરાવેલ છે કે નહિ અને તે ઇન્કાર કરે તો અગાઉ તે ગુનેગાર સાબિત થયો હતો તેનો પુરાવો આપી શકાશે. અપવાદઃ -૨ કોઇ સાક્ષીને તેની નિષ્પક્ષતા ઉપર આક્ષેપ મૂકતો હોવાનું જણાતો પ્રશ્ન પૂછવામાં આવે અને જવાબમાં તે સૂચિત હકીકતોનો ઇન્કાર કરે તો તેનુ ખંડન કરી શકાશે. ઉદ્દેશ્ય:- આડ બાબતો માટે કોઇ તપાસ લાંબી ન ચાલે એટલા માટે ચોકકસ સીમાઓ જે ઇચ્છિત છે તે નકકી કરવામાં આવી છે. કોઇ સાક્ષીની તેની વિશ્વસનીયતા બાબતે તપાસ થઇ શકે પરંતુ આ તપાસમાં આડ બાબતો મૂકાવી જોઇએ નહિ. ઉલટ તપાસમાં સાક્ષી સામે નુકશાનકારક દોષારોપણની હકીકતો મૂકવામાં આવે ત્યારે શુ થાય ? ત્યારે દોષારોપણ બાબતે તપાસ વિગતે થઇ શકે ? દેખીતી રીતે આમ થતાં આખોય ટ્રાયલ લંબાઇ જશે. એટલે કલમ ૧૫૩ સાક્ષીને તેની વિશ્ર્વસનીયતા બાબતે સવાલ કયૅ ન હોય અને તેણે કોઇ જવાબ આપ્યો હોય ત્યારે આ જવાબ ખંડન કરવા સામે પ્રતિબંધ કરે છે. જો કે આમા ચોકકસ કેસો અપવાદરૂપ છે. સામાન્ય નિયમ આ કલમ પ્રમાણે એ છે કે સાક્ષીની જુબાનીનુ આડ બાબતો માટે ખંડન થઇ શકે નહિ પરંતુ માત્ર વાદગ્રસ્ત બાબતેની લગત બાબતોની જુબાની અંગે જ ખંડન થઇ શકે આડ બાબતો અંગે Pollock C.B. એ નીચે પ્રમાણે નિરીક્ષણ કરેલું છે. કોઇ હકીકત આડ બાબત છે કે નહિ તેનું પરીક્ષણ જો તે બાબત ને વાદગ્રસ્ત બાબત સાથે જોડાણ હોય ત્યારે તમોને તે અંગે પુરાવો આપવા દેવામાં આવશે ત્યારે તે બાબત એ બને છે કે જેનું તમે ખંડન કરી શકો છો.