
પક્ષકારે પોતાના સાક્ષીને પૂછવાનો પ્રશ્નો બાબત
સાક્ષીને બોલાવનાર વ્યકિતને પ્રતિપક્ષી ઉલટતપાસમાં પૂછી શકાય તેવો પ્રશ્ન તે સાક્ષીને પૂછવાની અદાલત પોતાની વિવેકબુધ્ધિ અનુસાર પરવાનગી આપી શકશે. ઉદ્દેશ્યઃ- કલમ ૧૫૪નું મહત્વ સમજવા માટે ઉલટ-તપાસની વ્યાખ્યા સમજવી જરૂરી છે. કલમ ૧૩૮ મુજબ ઉલટતપાસનો અથૅ થાય છે. સાક્ષીની પ્રતિપક્ષમ દ્રારા તપાસણી આનો અથૅ એ થાય છે પાટી પોતાના સાક્ષીની ઉલટતપાસ કરી શકે નહિ. હકીકતે Cross (ઉલટ) શબ્દનો અથૅ જ એ થાય છે જે પાટી પોતાના સાક્ષીને તપાસે છે તેની ઉલટ તપાસ પ્રતિપક્ષી કરે છે. પક્ષકારે પોતાના સાક્ષીની ઉલટ તપાસ કરવી જોઇએ નહિ તે બાબત બે કારણો છે. (૧) જે પક્ષકાર પોતાના સાક્ષીને બોલાવે છે તે પક્ષકાર જાણે છે કે પોતાનો સાક્ષી શુ કહેવાનો છે. (૨) સાક્ષી જે કહેવાનો છે તેને જે પક્ષકાર બોલાવે છે તેનાથી તેને મદદ મળવાની છે.
Copyright©2023 - HelpLaw