સાક્ષીની વિશ્ર્વાસપાત્રતા ઉપર આક્ષેપ મૂકવા બાબત - કલમ:૧૫૫

સાક્ષીની વિશ્ર્વાસપાત્રતા ઉપર આક્ષેપ મૂકવા બાબત

પ્રતિપક્ષી અથવા કોઇ સાક્ષીને બોલાવનાર પક્ષકાર અદાલતની સંમતિથી તે સાક્ષીની વિશ્વાસપાત્રતા ઉપર નીચેની રીતોથી આક્ષેપ મુકી શકાશે. (૧) જે વ્યકીતઓ એવી સાહેદી આપેા કે સાક્ષી વિશેની પોતાની જાણ ઉપરથી તે પોતે તેને ભરોસાપાત્ર ન હોવાનું માને છે તે વ્યકતિઓની જુબાનીથી… (૨) તે સાક્ષીએ પોતાની જુબાની આપવા માટે લાંચ લીધી છે અથવા લાંચ લેવાનુ સ્વીકાયૅ છે અથવા તેને કોઇ બીજું ગેરપ્રલોભન મળ્યુ છે તે વાતની સાબિતીથી (૩) તેની જુબાનીના કોઇ ખંડનપાત્ર ભાગ સાથે અસંગત એવાં અગાઉના કથનોની સાબિતીથી સ્પષ્ટીકરણ:- બીજો કોઇ સાક્ષી ભરોસાપાત્ર ન જણાવતા સાક્ષીએ તેની સરતપાસમાં તેની માન્યતાના કારણો આપવાની જરૂર નથી પણ તેની ઉલટતપાસમાં તેની માન્યતાના કારણો વિષે તેને પૂછી શકાશે અને તે જવાબોનું ખંડન કરી શકાય નહિ, જો કે તેણે ખોટા જવાબો આપ્યા હોય તો પાછળથી તેના ઉપર ખોટી જુબાની આપવા માટે તહોમત મૂકી શકાય ઉદ્દેશ્ય પક્ષકાર જયારે કોઇ સાક્ષીને પોતાના માટે જુબાની આપવા માટે કોર્ટમાં બોલાવે છે ત્યારે તેવા ભરોસાયી બોલાવે છે કે તે પોનાના કેસ સંબંધી પક્ષકારના હિતમાં જબાની આપશે. પરંતુ જબાની આપતી વખતે ઘણી વખત આવું બનતું નથી અને સાક્ષી તેની જુબાનીથી પક્ષકારને મદદ ન થાય તેવી કે તેના વિરૂધ્ધની જુબાની આપે છે. આવા સંજોગોમાં કલમ ૧૫૪ પ્રમાણે આ સાક્ષી વિરૂધ્ધનો હોસ્ટાઇલ સાક્ષી બને છે. અને તેની તેના જ પક્ષકાર દ્રારા ઉલટતપાસ થઇ શકે છે. આ ઉલટતપાસ અને અન્ય રીતિઓથી આ સાક્ષી ભરોસાપાત્ર નથી તે બાબત કોટૅમાં સાબિત કરવા કલમ ૧૫૫ નુ નિમૉણ કરવામાં આવ્યુ છે. કલમ ૧૫૫ દ્રારા સાક્ષીની વિશ્વસનીયતા ઉપર નીચે પ્રમાણે દોષારોપણ થઇ શકે. (૧) કોઇ અલગ સાક્ષી દ્રારા (૨) લાંચ કે પ્રલોભનથી ખોટી સાક્ષી આપી છે તે સાબિત કરી તે