
જેનાથી પ્રસ્તુત હકીકતના પુરાવાનું સમથૅન થાય તેવા પ્રશ્નો ગ્રાહ્ય છે.
જેનું સમથૅન કરવાનો ઇરાદો હોય તેવો સાક્ષી કોઇ પ્રસ્તુત હકીકતની જુબાની આપે ત્યારે અદાલતનો અભિપ્રાય એવો થાય કે તે પ્રસતુત હકીકત બની તે સમયે અથવા તે સ્થળ પાસે તેના લક્ષ ઉપર આવેલા બીજા કોઇ સંજોગો સાબિત થાય તો તેથી તે સાક્ષી જે પ્રસ્તુત હકીકતની જુબાની આપે છે તેને સમથૅન મળશે તો તેને તેવી બાબતો વિષે પૂછી શકાશે. ઉદ્દેશ્ય:- એ પ્રસ્થાપિત છે કે જયાં ફરિયાદીનો પુરાવો ભરોસપાત્ર હોય ત્યાં પણ સ્વતંત્ર સમથૅન પુરાવા વગર આરોપીને સજા થઇ શકે નહિ. આ કલમ મુજબ જયારે સાક્ષી કોઇ પ્રસ્તુત હકીકતો સંબંધે કોઇ પુરાવો આપે છે ત્યારે તેની આ પ્રસ્તુત હકીકતને સમથૅન આપવા તેણે આ પ્રસ્તુત હકીકત સબંધેની માહિતી માટે અન્ય કયા સંજોગો કે એવી કોઇ બાબતોનું નીરીક્ષણ કર્યું જેના દ્રારા આ પ્રસ્તુત હકીકતને સમથૅન મળે. જો સાક્ષીની આવી સ્વતંત્ર રીતેની સંજોગો બાબતની જુબાનીનું ખંડન થાય તો તેવી જુબાની ભરોસાપાત્ર ગણાય નહી. પરંતુ જો ખંડન થઇ શકે નહિ તેવો પુરાવો હોય તો આવો પુરાવો પ્રસ્તુત હકીકતના પુરાવાને સમથૅનકારી પુરાવો બને છે.
Copyright©2023 - HelpLaw