
સાક્ષીઓના અગાઉના કથનો એ જ હકીકત વિશે તેની પછીની સાહેદીનું સમથૅન કરવા સાબિત કરી શકાશે.
કોઇ સાક્ષીની સાહેદીનુ સમથૅન કરવા માટે એ જ હકીકત બની તે સંબંધી તે સમયે અથવા તે અરસામાં કરેલુ અથવા તે હકીકતની તપાસ કરવા કાયદેસર સતા ધરાવતો અધિકારી સમક્ષ તે સાક્ષીએ હકીકત સંબંધી કરેલું અગાઉનું કથન સાબિત કરી શકાશે. ઉદ્દેશ્ય આ કલમ પ્રમાણે વર્તમાનમાં સાક્ષી કોટૅ સમક્ષ સાહેદી આપતો હોવાનુ બતાવેલુ છે અને આ સાક્ષી કોઇ હકીકત સંબંધે આ સાહેદી આપી રહ્યા છે જયારે આજ હકીકત બની તે સબંધે તે સમયે અથવા તે અરસામાં અથવા આ હકીકત બાબતે કાયદેસર સતા ધરાવતા અધિકારી સમક્ષ આ સાક્ષીએ અગાઉ કોઇ કથન કરેલું હોય તો આવું કથન સાબિત કરી શકાય છે જે વતૅમાન સમયે સાહેદી આપતાસાક્ષીના પુરાવાનો સમથૅનકારી પુરાવો બને છે.
Copyright©2023 - HelpLaw