કલમ ૩૨ અથવા ૩૩ હેઠળ પ્રસ્તુત હોય તેવા સાબિત થયેલા કથનના સંબંધમાં કઇ બાબતો સાબિત કરી શકાશે. - કલમ:158

કલમ ૩૨ અથવા ૩૩ હેઠળ પ્રસ્તુત હોય તેવા સાબિત થયેલા કથનના સંબંધમાં કઇ બાબતો સાબિત કરી શકાશે.

કલમ ૩૨ અથવા ૩૩ હેઠળ પ્રસ્તુત હોય એવું કથન સાબિત કરવામાં આવે ત્યારે તે કથન કરનારી વ્યકિતને સાક્ષી તરીકે બોલાવવામાં આવી હોત અને તેણે ઉલટતપાસમાં સૂચિત બાબત સાચી હોવાનો ઇન્કાર કર્યું હોત તો જે સાબિત કરી શકાઇ હોત તેવી તમામ બાબતો તે કથનનું ખંડન કરવા કે સમથૅન કરવા માટે અથવા તે કથન કરનારી વ્યકિતની વિશ્ર્વાસપાત્રતા સામે આક્ષેપ કરવાને અથવા તેને પુષ્ટિ આપવા માટે સાબિત કરી શકાશે. ઉદ્દેશ્ય કોટૅમાં સાક્ષીની જુબાનીને જે રીતે ખંડન કે સમથૅન કરવામાં આવે છે તેજ રીતે કલમ ૩૨ અને ૩૩ અનુસાર કરેલા કથનોને બધી જ રીતે ખંડન કે સમથૅન કરવાનો આ કલમનો હેતુ છે. કારણ કે કોઇ સાક્ષી મૃત્યુ પામ્યો છે કે તે મળી આવતો નથી તેને કોઇ ખાસ વજૂદ આ કલમ દ્રારા આપતી નથી.