યાદદાસ્ત તાજી કરવા બાબત
કોઇ સાક્ષી તપાસ હેઠળ હોય ત્યારે જેના વિષે તેને પૂછવામાં આવ્યુ હોય તે વ્યવહાર થયો તે સમયે અથવા ન્યાયાલય માને કે એ સમયે તે વ્યવહાર તેની યાદદાસ્તમા; તાજો હોવાનો સંભવ હતો એવો ટૂંકા ગાળા પછી પોતે કરેલુ લખાણ જોઇને પોતાની યાદદાસ્ત તાજી કરી શકશે. બીજી કોઇ વ્યકિતએ કરેલુ અને ઉપર જણાવેલા સમય દરમ્યાન પોતે વાંચેલું લખાણ તેણે તે વાંચ્યુ હોય ત્યારે તે ખરૂ હોવાનું જાણતો હોય તો તે સાક્ષી તેવું લખાણ પણ જોઇ શકશે. સાક્ષી તેની યાદદાસ્ત તાજી કરવા માટે દસ્તાવેજની નકલનો કયારે ઉપયોગ કરી શકે કોઇ દસ્તાવેજ જોઇને કોઇ સાક્ષી પોતાની યાદદાસ્ત તાજી કરી શકતો હોય ત્યારે અદાલતને મૂળ દસ્તાવેજ રજૂ ન કરવાનું કારણ છે. એવી ખાતરી થાય તો અદાલતની પરવાનગીથી દસ્તાવેજની નકલ તે જોઇ શકશે. કોઇ નિષ્ણાત વ્યવસાય અંગેના ગ્રંથો જોઇને પોતાની યાદદાસ્ત તાજી કરી શકશે. ઉદ્દેશ્ય:- સત્ય શોધવા માટે કોટૅમા જે સાક્ષી મળી આવે તેમને પોતાની યાદદાસ્ત તે હકીકતો અંગે તાજી કરવા માટે પરવાનગી આપવાનું કાયદામાં પ્રાવધાન છે. પહેલા કોઇ યાદી જોઇ હોય તો તેને જોઇ યાદદાસ્ત તાજી કરવાનું પણ પ્રાવધાન છે. સાક્ષી કે જે પ્રામણિક છે. અને જે સાચુ બોલવા રજી છે અને દાવો કરે છે કે હકીકત બાબતે તેને જાત માહિતી છે અને છતાંયે તેને વર્તમાનમાં બધી હકીકતો યાદ ન આવતી હોય અને એટલા માટે આ કલમમાં યાદદાસ્ત તાજી કરવા અંગેનું પ્રાવધાન કરવામાં આવેલું છે.
Copyright©2023 - HelpLaw