
કલમ ૧૫૯માં જણાવેલ દસ્તાવેજમાં દૉ વેલી હકીકતોની સાહેદી આપવા બાબત
કલમ ૧૫૯માં જણાવેલા કોઇ દસ્તાવેજ કોઇ દસ્તાવેજમાં દૉ વેલી હકીકતો તેમાં બરાબર લખી હોવાની કોઇ સાક્ષીને ખાતરી હોય તો તેને ખુદ તે હકીકતોનું ખાસ સ્મરણ ન હોય તો પણ તે સાક્ષી તે હકીકતો વિશે સાહેદી આપી શકશે. ઉદ્દેશ્ય:- આ કલમમાં જણાવ્યા પ્રમાણે સાક્ષીને પોતાની યાદદાસ્ત તાજી કરવાનું જણાવવામાં આવેલ નથી. પરંતુ તે ચોકકસ હોવો જોઇએ કે દસ્તાવેજમાં જે લખવામાં આવ્યું છે તે બરાબર છે. જો સાક્ષીએ બોલનાર ના બોલ્યા પ્રમાણે લખેલાની અને લખાણ લખ્યાની માત્ર તેની છાપ જ (ઇમ્પ્રેશન) હોય તો આ સાક્ષીએ આપેલો આ કલમ મુજબનો પુરાવો ગ્રાહ્ય નથી.
Copyright©2023 - HelpLaw