યાદદાસ્ત તાજી કરવા વપરાયેલા લખાણ વિશે પ્રતિપક્ષીનો હક - કલમ:૧૬૧

યાદદાસ્ત તાજી કરવા વપરાયેલા લખાણ વિશે પ્રતિપક્ષીનો હક

આ કલમની તરત પહેલાની બે કલમોની જોગવાઇઓ હેઠળ જોવામાં આવેલુ કોઇ લખાણ પ્રતિપક્ષી માંગણી કરે તો રજૂ કરીને તેને બતાવવું જોઇએ. એવો પક્ષકાર પોતે ધારે તો તે ઉપરથી સાક્ષીની ઉલટતપાસ કરી શકશે. ઉદ્દેશ્ય: આ કલમનો ઉદ્દેશ્ય નીચે મુજબ છે. (૧) સાક્ષીની જે યાદદાસ્ત આખીયે હકીકત બાબતે તાજી થઇ હોય તેનો પુરેપુરો લાભ લેવા માટે (૨) અયોગ્ય દસ્તાવેજના ઉપયોગ સામે તેને ચકાસણી કરી શકાય (૩) સાક્ષીની મૌખિક જુબાની તેની લેખિત કથન સાથે સરખામણી કરી શકાય. પ્રતિપક્ષને કોઇપણ લેખિત દસતાવેજ જોવાનો હકક જયારે આ સાક્ષી આ દસ્તાવેજ દ્રારા પોતાની યાદદાસ્ત કોઇ સવાલ જવાબ માટે તાજી કરતો હોય ત્યારે અથવા તે પહેલા મળે છે. પરંતુ જો આ સાક્ષી તેનોઆ હક લેવાના સમય બાબતે બેદરકાર રહે તો આ પ્રતીપક્ષનો આ હક આખીય સાક્ષીની તપાસ દરમ્યાન ચાલુ રહી શકે નહિ.