દસ્તાવેજો રજૂ કરવા બાબત - કલમ:૧૬૨

દસ્તાવેજો રજૂ કરવા બાબત

કોઇ દસ્તાવેજ રજુ કરવા કોટૅ બોલાવેલા સાક્ષીએ તે દસ્તાવેજ તેના કબ્જામાં કે અધિકારમાં હોય તો તે રજૂ કરવા સામે અથવા તેની ગ્રાહ્યતા સામે કોઇ વાંધો હોય તો પણ તે દસ્તાવેજ અદાલત સમક્ષ હાજર કરવો પડશે. અદાલત એવો કોઇ વાંધો કાયદેસરનો છે કે નહિ તેનો નીણૅય કરશે. તે દસ્તાવેજ રાજયની બાબતોને લગતો ન હોય તો અદાલત પોતાને યોગ્ય લાગે તો તે દસ્તાવેજ તપાસી શકશે અથવા ગ્રાહ્ય છે કે નહિ તેનો પોતે નિણૅય કરી શકે તે માટે બીજો પુરાવો લઇ શકશે. ઉદ્દેશ્ય:- આ કલમના આધારે જે દસ્તાવેજો ન્યાયાલય સમક્ષ રજૂ કરવાના થાય છે તે બાબતે કોઇ વાંધો લેવામાં આવે તો આ વાંધાઓનો નિણૅય ન્યાયાલયે કરવાનો થાય છે. જયાં કલમ ૧૨૩ના આધારે કોઇ વિશેષાધિકારનો દાવો કરવામાં આવે ત્યાં કોટૅ સતાઓની સમા આવી જાય છે. ન્યાયાલય આવા કેસોમાં દસ્તવેજ જોતી નથી પરંતુ દસ્તાવેજ સિવાયની જે હકીકતો ઉપર દાવા કરવામાં આવ્યા હોય તેની કાયદેસરતા નકકી કરે છે