નોટીશ આપીને મંગાવેલા અને રજૂ થયેલા દસ્તાવેજનો પુરાવા તરીકે આપવા બાબત - કલમ:૧૬૩

નોટીશ આપીને મંગાવેલા અને રજૂ થયેલા દસ્તાવેજનો પુરાવા તરીકે આપવા બાબત

જે દસ્તાવેજ રજૂ કરવાની એક પક્ષકારે બીજા પક્ષકારને નોટીશ આપી હોય તે દસ્તાવેજ તે મંગાવે અને તેવો દસ્તાવેજ રજૂ થાય અને તે રજૂ કરવાની માંગણી કરતા પક્ષકાર તેને તપાસે ત્યારે દસ્તાવેજ રજૂ કરનાર પક્ષકાર તેને પુરાવા તરીકે આપવાની માંગણી કરે તો તેમ કરવા તે બંધાયેલો છે. ઉદ્દેશ્યઃ- દાવાનો કોઇ પક્ષકાર દસ્તાવેજ રજૂ કરવાની પ્રતિપક્ષકારને નોટીશ આપે અને તે દસતાવેજ રજૂ કરવામાં આવે ત્યારે તેવા દસ્તાવેજની માંગણી કરનાર તે દસ્તાવેજ તપાસે તો પ્રતિ પક્ષકાર જો માંગણી કરે તો નોટીશ આપનાર પક્ષકાર આ દસ્તાવેજને પુરાવા તરીકે ગ્રાહ્ય કરવા બંધાયેલ છે. અનું કારણ એ છે કે પક્ષકાર પોતે જે તે વખતે કોઇપણ જોખમ લીધા સિવાય બંને પક્ષકારોના પુરાવાની તપાસણી કરે છે અને સામેવાળા પક્ષકારની બાબતોમાં નાહકની પુછપરછ કરી ગેરવ્યાજબી લાભ ઉઠાવે છે.