
નોટીશ મળ્યા છતા રજૂ કરવાનો ઇન્કાર કરવામાં આવ્યો હોય તેવા દસ્તાવેજનો પુરાવો તરીકે ઉપયોગ કરવા બાબત
જે રજૂ કરવાની પોતાને નોટીશ મળી હોય એવો કોઇ દસ્તાવેજ રજૂ કરવાનો કોઇ પક્ષકાર ઇન્કાર કરે ત્યારે બીજા પક્ષકારની સંમતિ વિના અથવા અદાલતના હુકમ વિના તે પક્ષકાર પછીથી એ દસ્તાવેજનો પુરાવા તરીકે ઉપયોગ કરી શકે નહિ. ઉદ્દેશ્ય - એક પક્ષકાર બીજા પક્ષકારને નોટીશ આપી કોઇ દસ્તાવેજ સુનવણી વખતે રજૂ કરવાનું જણાવે અને જો આ પક્ષકાર આ દસ્તાવેજ જો આ સુનાવણી વખતે રજૂ ન કરે તો તો ત્યાર પછી આ પક્ષકાર આ દસ્તાવેજ પુરાવો કે અનય કોઇ રીતે નોટીશ શકે નહિ. જે પક્ષકારે નોટીશ મળ્યા છતાંયે આ દસ્તાવેજ ખોટી તરકીબોથી રજૂ કર્યું । નથી તેને માટે આ બાબત દંડનાત્મક સાબિત થાય છે.
Copyright©2023 - HelpLaw