
પ્રશ્નો પૂછવાની કે રજૂ કરવાનો હુકમ કરવાની ન્યાયાધીશની સતા
પ્રસ્તુત હકીકતો બહાર લાવવા માટે અથવા તેની યોગ્ય સાબિતી મેળવવા માટે ન્યાયાધીશ કોઇ સાક્ષીને અથવા પક્ષકારોને કોઇ પ્રસ્તુત કે અપ્રસ્તુત હકીકત વિષે ગમે તે પ્રશ્ન કોઇ પણ રૂપમાં કોઇપણ સમયે પૂછી શકશે અને કોઇ પણ દસ્તાવેજ કે વસ્તુ રજૂ કરવા હુકમ કરી શકશે અને કોઇ પક્ષકારો કે તેમના એજનટો એવા પ્રશ્ન કે હુકમ સામે વાંધો લેવા તેમજ એવા કોઇ પ્રશ્નના પ્રત્યુતરમાં આપેલ જવાબ અંગે અદાલતની રજા સિવાય કોઇ સાક્ષીની ઉલટતપાસ કરવા હકદાર થશે નહિ. પરંતુ ફેંસલો આ એકટથી પ્રસ્તુત જાહેર કરવામાં આવેલી અને વિધીસર સાબિત હકીકતો ઉપર આધારિત હોવો જોઇએ. વધુમાં પ્રતિપક્ષીએ પ્રશ્ન પૂછયો હોત અથવા દસ્તાવેજ મંગાવ્યો હોત અને જેનો જવાબ દેવાનો કે જે રજૂ કરવાનો ઇન્કાર કરવા ૧૨૧ થી ૧૩૧ બંને સહિતની કલમો હેઠળ હકદાર હોય તેવા સાક્ષીને એવા કોઇ પ્રશ્નનો જવાબ દેવાની કે એવો દસ્તાવેજ રજૂ કરવાની ફરજ પાડવા માટે આ કલમથી ન્યાયાધીશને અધિકાર મળે છે એમ ગણાશે નહિ તેમજ કલમ ૧૪૮ કે ૧૪૯ હેઠળ બીજી કોઇ વ્યકિત માટે જ પૂછવાનું ઉચિત ન ગણાય તેવો કોઇ પ્રશ્નન ન્યાયાધીશથી પૂછી શકાશે નહિ તેમજ આમાં અગાઉ જણાવેલ અપવાદો સિવાય કોઇ દસ્તાવેજના પ્રાથમિક પુરાવા વીના ચલાવી શકાશે નહિ ઉદ્દેશ્યઃ- આ કલમનો આશય સત્ય શોધી કાઢવા માટે જજને ખૂબ જ વિશાળ સતાઓ આપવાનો છે. કોર્ટ આ કારણે પોતાની સમક્ષ આવેલી હકીકતના મૂળ સુધી પહોંચવા માટે દરેક હકીકત પછી તે ગમે તે હોય તે બાબતે વિચારી શકશે અને તપાસ શરી શકશે. દરેક પક્ષકાર પોતાનો કેસ ગોઠવવા માટે અને સામાવાળા પક્ષકારે ગોઠવેલા કેસને તોડી નાખવા માટે રસ ધરાવતો હોય છે. આ કારણે એ ભય રહે છે કે પુરું સત્ય કોટૅ સમક્ષ બહાર ન આવે પ્રસ્તુત હકીકતોને શોધી કાઢવા માટે અથવા તેમની સાબિતી માટે જજે પોતાની વિશાળ સતાઓનો ઉપયોગ કરવાનો થાય છે, પરંતુ આ સતાઓનુ ફલક રાખી આ કેસ બાબતે તે (જજ) આગળ વધી શકે અને પક્ષકારોએ પાડેલી ઘરેડ પ્રમાણે અનુસરણ કરવા જજ બંધાયેલ નથી. તે (૧) તેમને ગમે તે સવાલ કર) કોઇપણ સ્વરૂપમાં (૩) ગમે તે સમયે (૪) કોઇ પણ સાક્ષીને (૫) અથવા પક્ષકારને (૬) કોઇ પણ હકીકત ભલે તે પ્રસ્તુત હોય કે અપ્રસ્તુત પૂછી શકશે. કોઇપણ પક્ષકાર આવા કોઇ સવાલ કે હુક સામો વાંધો લઇ શકે નહિ અથવા કોર્ટની પરવાનગી વગર ઉલટ તપાસ લઇ શકશે નહિ. પરંતુ આ બધા પુરાવા જે બહાર લાવવામાં આવ્યા છે તેમાંથી માત્ર પ્રસ્તુત અને યોગ્ય રીતે સાબિત થયેલા પુરાવાઓનો જ જજ ઉપ્યોગ કરી શકે. આ વીશાળ સતાઓ જજને જે આપવામાં આવી છે તેમા ત્રણ અપવાદો છે. (૧) કોઇ સવાલ કે દસ્તાવેજ જે કલમ ૧૨૧ થી ૧૩૧ ને લગતો હોય અથવા (૨) કોઇપણ સવાલ કલમ ૧૪૮ કે ૧૪૯ ની વિરૂધ્ધનો હોય અને (૩) અગાઉ જણાવ્યા સિવાયના કોઇ દસ્તાવેજના પ્રાથમિક પુરાવા વગર જજ દિવાની કાર્યરીતિ ૦,૧૧ રૂલ ૧૪ ઓ. ૧૬ રૂ.૧૭ કલમ ૩૧૦ સી.આર.પી.સી દ્રારા કોર્ટે લોકલ તપાસ કરી શકે.
Copyright©2023 - HelpLaw