જયુરી અથવા એસેસરોની પ્રશ્નો પૂછવાની સતા
જયુરીથી અથવા એસેસેરોની મદદથી ચલાવાતા કેસોમાં સાક્ષીઓને ન્યાયાધીશ પોતે પુછી શકે અને ઉચિત ગણે તેવા પ્રશ્નો જરૂરી અથવા એસેસરો ન્યાયાધીશ મારફત કે તેની રજાથી પૂછી શકશે. ટિપ્પણીઃ- આપણા દેશમાં હવે આ જયુરી પધ્ધતિ કાયૅશીલ નથી એટલે આ કલમનો કોઇ હેતુ સરતો નથી. જયારે પણ આ જયુરી કાયૅપ્રણાલી ફરી ચાલુ થાય ત્યારે આ કલમ જે તે વખતે કાયૅશીલ કરવાની થાય છે. સ્પેશ્યલ લોઝ દ્રારા એસેસરો માટે પૂરતુ પ્રાવધાન કરવામાં આવેલુ છે. એટલે આ કલમનુ મહત્વ અત્યારે કાંઇ રહેલુ નથી.
Copyright©2023 - HelpLaw