પુરાવાનો અનુચિત સ્વીકાર અથવા અસ્વીકાર કરવા માટે નવેસરથી કામ ન ચલાવવા બાબત - કલમ:૧૬૭

પુરાવાનો અનુચિત સ્વીકાર અથવા અસ્વીકાર કરવા માટે નવેસરથી કામ ન ચલાવવા બાબત

પુરાવો સ્વીકારવાનુ કે તેનો અસ્વીકાર કરવાનુ ઉચિત ન હતુ એવો વાંધો જેની સમક્ષ લેવામાં આવે તે અદાલતને જો એમ લાગે કે જેની સામે વાંધો લેવામાં આવ્યો હતો અને જે સ્વીકારવામાં આવ્યો હતો તે પુરાવો ન હોત તો પણ થયેલ નિણૅયને વાજબી ઠરાવે તેવો બીજો પૂરતો પુરાવો હતો. અથવા જેનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો તે પુરાવો લેવામાં આવ્યો હોત તો પણ તેથી નિણૅયમાં ફેર પ્ડયો ન હોત તો કોઇ કેસમાં નવેસરથી કામ ચલાવવા માટે અથવા કોઇ નિણૅય કરાવવા માટે પુરાવો સ્વીકારવાનું કે તેનો અસ્વીકાર કરવાનુ ઉચિત ન હતુ. એટલું જ કારણ પૂરતુ થશે નહિ. ઉદ્દેશ્યઃ- પુરાવાનો અનુચિત સ્વીકાર કે અસ્વીકારના કારણે કોટૅ ઓફ અપીલ કે રીવીઝન કોટૅ નીચલી કોટૅનો ફેંસલામાં ખલેલ કરવી જોઇએ નહી એવા પુરાવા હોવા છતાયે કેસમાં પુરતી સામગ્રી હોવી જોઇએ જે ન્યાયિક ફેંસલાને યોગ્ય ઠેરવતી હોય તો તાંત્રિક વાંધાઓ હામી થવા સામે કોઇ મંજુરી આપવામાં આવશે નહિ ખાસ કરીને જયાં સંગીન ન્યાય આપવામાં આવ્યો હોવાનું જણાઇ આવતુ હોય.