સંક્ષિપ્તમાં નામ વ્યાપ શરૂઆત અને અમલ - કલમ:૧

સંક્ષિપ્તમાં નામ વ્યાપ શરૂઆત અને અમલ

(૧) આ કાયદાને ઇન્ફોમૅશન ટેકનોલોજી અધિનિયમ ૨૦૦૦ કહેવામાં આવશે. (૨) આ કાયદો સમગ્ર ભારતમાં લાગુ પડશે સિવાય કે આ કાયદામાં વિપરીત જોગવાઇ કરવામાં આવી હોય અને તેમા કોઇપણ વ્યકિત દ્રારા ભારત બહાર પણ આ કાયદા હેઠળનો ગુનો થયો હોય તો કે તેનો ભંગ કરવામાં આવ્યો હોય તો તેને પણ લાગુ પડશે. (૩) આ કાયદો તે તારીખથી અમલમાં આવશે કે જયારે કેન્દ્ર સરકાર નોટીફીકેશન બહાર પાડીને તારીખ નકકી કરે ત્યારથી અને આ કાયદાની જુદી જુદી જોગવાઇઓ માટે જુદી જુદી તારીખોએ જે તે જોગવાઇઓ લાગુ પાડી શકાશે અને તેવી કોઇપણ જોગવાઇઓ જયારથી લાગુ પાડવામાં આવ્યાનો સંદભૅ જે તે જોગવાઇ લાગુ પાડવામાં આવ્યાની તારીખથી ગણવામાં આવશે. (૪) પ્રથમ પરિશિષ્ટમાં ખાસ દશૅ વવામાં આવેલા દસ્તાવેજો કે વ્યવહારને આ કાયદાની કોઇ જોગવાઇ લાગુ નહી પડે જોગવાઇ કરવામાં આવી છે કે કેન્દ્ર સરકાર ઓફીસીયલ ગેઝેટમાં નોટીફીકેશન બહાર પાડીને પ્રથમ પરિશિષ્ટમાં દશૅ વેલી એન્ટ્રીઝમાં વધારો કે ઘટાડો કરી સુધારો કરી શકશે (૫) પેટા કલમ (૪) હેઠળ કરવામાં આવેલ દરેક નોટીફીકેશન જાહેર કરવામાં આવે તે પહેલા સંસદ સમક્ષ મુકવામાં આવશે.