વ્યાખ્યાઓ - કલમ:૨

વ્યાખ્યાઓ

આ કાયદામાં સંદભૅ ઉપરથી અન્યથા જરૂરી હોય તે સિવાય (એ) પ્રવેશ કરવો – એટલે તે શબ્દના વ્યાકરણીય પરિવતૅનો અને સરખા ઉચ્ચારણો મુજબ તેનો અથૅ કોમ્પ્યુટર સીસ્ટમ કે કોમ્પ્યુટર નેટવર્કના તાકીક અંકગાણિતીક કે યાદદાસ્તના કાયૅના સાધન તરીકે તેમા પ્રવેશ મેળવવો સુચના આપવી કે સંદેશાવહન કરવા એવો અથૅ થાય છે. (બી) મેળવનાર – એટલે એવી વ્યકિત કે જેને મુળ વ્યકિત દ્રારા મોકલવામાં આવતા ઇલેકટ્રોનીક રેકર્ડે પહોંચાડવાનો ઇરાદો હોય છે તે પણ તેમા કોઇપણ વચેટીયાનો સમાવેશ થતો નથી. (સી) નિણૅય કરનાર અધિકારી – એટલે કલમ ૪૬ની પેટા કલમ (૧) હેઠળ નિમાયેલ અધિકારી (ડી) ઇલેકટ્રોનીક સહી કરવી – એટલે વ્યાકરણીય પરિવર્તનો અને સરખા ઉચ્ચારણો મુજબ ઇલેકટ્રોનીક સહીથી કોઇ કાયૅવાહી સ્વીકારી તેનો ઉપયોગ કરે તે (ડી-એ) એપેલેટ ટ્રીબ્યુનલ – એટલે કે કલમ ૪૮ની પેટા કલમ (૧)માં જણાવેલ એપેલેટ ટ્રીબ્યુનલ (ઇ) યોગ્ય સરકાર – એટલે કોઇ વિષયના સંદર્ભમાં (૧) બંધારણના ૭માં પરિશિષ્ટની બીજી યાદીમાં જણાવવામાં આવેલ (૨) બંધારણના ૭માં પરિશિષ્ટની ત્રીજી યાદી મુજબ બનાવવામાં આવેલા રાજયના કોઇ કાયદાના સંદર્ભમાં રાજય સરકાર અને તે સિવાયના કોઇપણ કિસ્સામાં સરકાર (એફ) એસીમેટ્રીક ક્રીપ્ટો સીસ્ટમ – એટલે એવી સીસ્ટમ કે જેમા ચોકકસ ચાવીની જોડી કે જેમા ડીજીટલ સીગ્નેચર કરવા માટે બનાવવામાં આવેલ ખાનગી ચાવી અને ડીજીટલ સીગ્નેચરને ચકાસવા બનાવવામાં આવેલ પબ્લીક ચાવીનો સમાવેશ થાય છે. (જી) અધિકૃત કરનાર સતા – એટલે એવી વ્યકિત કે જેને કલમ-૨૪ હેઠળ ડીજીટલ સહી પ્રમાણપત્ર (ઇલેકટ્રોનીક સીગ્નેચર સીડીકેટ) આપવાની સતા આપવનું લાયસન્સ આપવામાં આવેલ છે તે (એચ) સટીફીકેટ આપવાની પ્રેકટીસ કરવા માટે અધિકૃત – એટલે પ્રમાણપત્ર આપનારી સતા (સટીફાઇંગ ઓથોરીટી દ્રારા આપવામાં આવેલ એવું નિવેદન કે જેનાથી દર્શાવાવમાં આવે છે કે ઇલેકટ્રોનીક સીગ્નેચર સટીફીકેટ આપવા માટે સટીફાઇંગ ઓથોરીટીએ અધિકૃત કરેલ છે. (એચ-એ) સંદેશાવહનનું સાધન – એટલે સેલફોન્સ પસૅનલ ડીજીટલ આસીસ્ટન્સ કે તે બન્નેનું સંયોજન કે અન્ય કોઇ સાધન કે જેનો ઉપયોગ કોઇ ટેક્ષ્ટ વીડીયો ઓડીયો કે ઇમેજનું સંદેશાવહન કરવા મોકલવા કે રવાના કરવા માટે કરવામાં આવે તેવું સાધન (આઇ) કોમ્પ્યુટર – એટલે કોઇપણ ઇલેકટ્રોનીક મેગ્નેટીક ઓપ્ટીકલ કે અન્ય હાઇ સ્પીડ ડેટા પ્રોસેસીંગનું સાધન કે સીસ્ટમ કે જેનાથી તાકીક અંકગાણિતીક કે યાદદાસ્તના કામો કરવા માટે ઇલેકટ્રોનીક મેગ્નેટીક કે ઓપ્ટીકલ ઇમ્પલ્સીસને હાથથી બનાવી શકાય અને તેમા તમામ ઇનપુટ આઉટપુટ પ્રોસેસીંગ સ્ટોરેજ કોમ્પ્યુટર સોફટવેર કે સંદેશાવહનની સવલતો આપવામાં આવે છે અને જે કોમ્પ્યુટર સીસ્ટમ કે કોમ્પ્યુટર નેટવકૅ માટે કોમ્પ્યુટર સાથે જોડવામાં આવે છે કે તેના સંદર્ભમાં હોય છે તેવું સાધન (જે) કોમ્પ્યુટર નેટવકૅ – એટલે એક કે વધુ કોમ્પ્યુટરને કોમ્પ્યુટર સીસ્ટમ કે કોમ્યુનીકેશન સાધનને એક બીજા સાથે જેનાથી જોડવામાં આવ્યા હોય તેવું (૧) સેટેલાઇટ માઇક્રોવેવ ટેરેસ્ટ્રેરીયલ લાઇન વાયર વાયરલેસ કે અન્ય કોમ્યુનીકેશન મીડીયા અને (૨) ટમીનલ્સ કે કોઇ કોમ્પ્લેક્ષ કે જેમાં બે કે તેથી વધુ એક બીજા સાથે સંકળાયેલા કોમ્પ્યુટરો કે કોમ્યુનીકેશન ડીવાઇસ પછી ભલે તેમા સતત જોડાણ (ઇન્ટર કનેકશન) જાળવવામાં આવે કે નહી તેનો સમાવેશ થાય છે. (કે) કોમ્પ્યુટરના સ્ત્રોત (રીસોસૅ) – એટલે કોમ્પ્યુટર કોમ્પ્યુટર સીસ્ટમ કોમ્પ્યુટર નેટવકૅ ડેટા કોમ્પ્યુટર ડેટા બેઝ કે સોયટવેર (એલ) કોમ્પ્યુટર સીસ્ટમ – એટલે એવું સાધન કે સાધનોનો સમુહ જેમા ઇનપુટ આઉટપુટને ટેકો આપતા સાધનો સહિતનો સમાવેશ થાય છે પરંતુ કેલ્કયુલેટરો કે જમાં પ્રોગ્રામ થઇ શકતા નથી અને કોમ્પ્યુટર પ્રોગ્રામો ઇલેકટ્રોનીક ઇન્સ્ટરકશન્સ ઇનપુટ ડેટા અને આઉટ ડેટા કે જે તાર્કિક અંકગાણીતીક કે ડેટા સ્ટોરેજ અને રીટ્રોઇવલ કોમ્યુનીકેશન કન્ટ્રોલ અને અન્ય કામગીરી કરી શકે તેવી બહારની ફાઇલ્સ સાથે જોડી શકાય તેમ નથી તેનો સમાવેશ તેમા થતો નથી, (એમ) નિયંત્રક – એટલે કલમ – ૧૭ ની પેટા કલમ (૧) હેઠળ નીમાયેલ સટીફાઇંગ ઓથોરીટી (એન) સાયબર એપેલેટ ટરીબ્યુનલ – એટલે કલમ-૪૮ ની પેટા કલમ (૧) હેઠળ નીમાયેલી સાયબર એપેલેટ ટ્રીબ્યુનલ રદ થયેલ છે. (એન-એ) સાયબર કાફે – એટલે એવી કોઇપણ સગવડ કે જયાંથી ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની ઓફર જાહેર જનતા માટે ધંધાના સામાન્ય ક્રમમાં કોઇ પણ વ્યકિત દ્રારા કરવામાં આવે તે (એન-બી) સાયબ સીકયુરીટી – એટલે માહિતી સાધનો કોમ્પ્યુટરના સાધનો કોમ્પ્યુટરના સ્ત્રોત (રીસોસૅ) સંદેશા વ્યવહારના સાધનો અને સંગ્રહ કરવામાં આવેલ માહિતીને અનધિકૃત રીતે મેળવી લેવામાં વાપરવામાં જાહેર કરવામાં ભાંગતોડ કરવામાં સુધારા વધારા કરવામાં કે નાશ કરવામાંથી બચાવવું (ઓ) ડેટા – એટલે માહીતી જ્ઞાન હકીકતો સિધ્ધાંતો સુચનાઓ કે જે તૈયાર કરવામાં આવી રહી હોય કે સામાન્ય રીતે તૈયાર કરવામાં આવી હોય અને જેને કોઇ કોમ્પ્યુટર સીસ્ટમ તે કોમ્પ્યુટર નેટવકૅ માટે તેની પ્રક્રીયા કરવામાં આવી હોય અને (કોમ્પ્યુટર પ્રીન્ટઆઉસ મેગ્નેટીક કે ઓપ્ટીકલ સ્ટોરેજ મીડીયા પંચ થયેલા કાડૅસ પંચ થયેલ ટેપ્સ) કે કોઇપણ સ્વરૂપમાં હોય કે કોમ્પ્યુટરની ઇન્ટરનલ મેમરીમાં સંગ્રહ કરવામાં આવી હોય તેનું પુનઃ નિદર્શન થઇ શકે તેવી માહીતી (પી) ડીજીટલ સીગ્નેચર સટીફીકેટ – એટલે કલમ ૩૫ ની પેટા કલમ ૪ હેઠળ આપવામાં આવતું ડીજીટલ સીગ્નેચર સટીફીકેટ (આર) ઇલેકટ્રોનીક ફોમૅ – એટલે માહીતીના સંદર્ભમાં કોઇપણ માહીતી ઉપ્પન્ન કરવામાં આવે મોકલવામાં આવે મેળવવામાં આવે કે મીડીયામાં મેગ્નેટીક ઓપ્ટીકલ કોમ્પ્યુટર મેમરી માઇક્રો ફીલ્મ કોમ્પ્યુટરથી તૈયાર કરવામાં આવેલ માઇક્રો ફીલ્મ કે તેવા સાધનોને સ્ટોર કરવામાં આવે તે સ્વરૂપની માહીતી (એસ) ઇલકેટ્રોનીકસ ગેઝેટ – એટલે ઇલેકટ્રોનીક ફોમૅમાં પ્રસિધ્ધ કરવામાં આવે તેવું ઓફીસીયલ ગેઝેટ (ટી) ઇલેકટ્રોનીકસ રેકર્ડે – એટલે ઇલેકટ્રોનીક સ્વરૂપે સંગ્રહમાં આવેલ મેળવવામાં આવેલ કે મોકલવામાં આવેલ ડેટા રેકૉ કે તૈયાર કરવામાં આવે ડેટા ઇમેજ કે અવાજ કે માઇક્રો ફીલ્મ કે કોમ્પ્યુટરથી તૈયાર કરવામાં આવેલ માઇક્રો ફીચના સ્વરૂપનો રેકૉ (ટી-એ) ઇલકેટ્રોનીક સીગ્નેચર – એટલે બીજા પરિશિષ્ટમાં દશૅવવામાં આવેલ ઇલેકટ્રોનીક ટેકનીકથી કોઇપણ ઇલેકટ્રોનીક રેકર્ડને ફી સ્વીકારીને અધિકૃત કરવું અને તેમાં ઇલેકટ્રોનીક સીગ્નેચરનો પણ સમાવેશ થાય છે. (યુ) કામગીરી – એટલે કોમ્પ્યુટરના સંદર્ભમાં તેમા તકૅ નિયંત્રણ આંકિક પ્રક્રીયા રદ્દીકરણ સંગ્રહ અને પાછા મેળવવા તથા સંદેશાવહન કે ટેલી કોમ્યુનીકેશન કોમ્પ્યુટરમાંથી કે બહારથી મેળવવાની કામગીરીનો સમાવેશ થાય છે. (યુ-એ) ઇન્ડીયન કોમ્યુટર ઇમરજન્સી રીસ્પોન્સ ટીમ – એટલે કલમ ૭૦-બી ની પેટા કલમ (૧) હેઠળ સ્થાપવામાં આવેલ એજન્સી (વી) માહિતી – માં ડેટા સંદેશા ટેક્ષ્ટ છાપ સ્વર અવાજ કોમ્પ્યુટરના પ્રોગ્રામો સોફટવેર અને ડેટાબેઝ કે માઇક્રો ફીલ્મ કે કોમ્પ્યુટરથી બનાવવામાં આવેલ માઇક્રો ફીચનો સમાવેશ થાય છે. (ડબલ્યુ) ઇન્ટરમીડીએરી – એટલે કોઇ ખાસ ઇલેકટ્રોનીક રેકડૅના સંદર્ભમાં એવી વ્યકિત કે જે અન્ય વ્યકિત વતી તે રેકડૅ મેળવતો હોય સંગ્રહ કરતો હોય કે મોકલાવતો હોય અથવા તે રેકડૅના સંદર્ભમાં કોઇ સેવા પુરી પાડતો હોય તે અને તેમા ટેલીકોમ સેવા પુરી પાડનારા નેટવકૅ સેવા પુરી પાડનારા ઇન્ટરનેટ સેવા પુરી પાડનારા વેબસાઇટ પુરી પાડનારા સર્ચ એન્જીનો ઓનલાઇન હરાજીની જગ્યાઓ ઓનલાઇન માર્કેટની જગ્યાઓ અને સાયબર કાફેનો સમાવેશ થાય છે. (એકસ) ચાવીની જોડી – એટલે કોઇ એસીમેટ્રીક ક્રીપ્ટો સીસ્ટમના સંદર્ભમાં એવી ખાનગી ચાવી અને તેની અંકગણીતની રીતે સંકળાયેલ જાહેર ચાવી કે જે એક બીજા સાથે એવી રીતે સંકાળયેલ છે કે ખાનગી ચાવીથી બનાવવામાં આવેલ ડીજીટલ સીગ્નેચરની ખાત્રી જાહેર ચાવીથી થઇ શકે. (વાય) કાયદો – એટલે તેમા સંસદનો કે વિધાનસભાનો કાયદો કે જેને યથાપ્રસંગ રાષ્ટ્રપતિ કે ગવમૅરે ઢંઢેરો બહાર પાડીને જાહેર કરેલ કોઇ તેવા કોઇપણ કાયદા અટીકલ ૨૪૦ હેઠળ રાષ્ટ્રપતિ દ્રારા બનાવવામાં આવેલ નિયમો બંધારણના આટીકલ ૩૫૭ ના ખંડ (૧) ના પેટા ખંડ (એ) હેઠળ રાષ્ટ્રપતિના ઘડાયેલા કાયદાનો સમાવેશ થાય છે અને તેમાં નિયમો નિયમનો પેટા કાયદાઓ અને તે હેઠળ કરવામાં આવેલા હુકમોનો સમાવેશ થાય છે. (ઝેડ) લાયસન્સ - એટલે કલમ ૨૪ હેઠળ સટીફાઇંગ ઓથોરીટી દ્વારા આપવામાં આવેલ પરવાનો (ઝેડ-એ) ઓરીજીનેટર – એટલે એવી વ્યકિત કે જે બીજી કોઇ વ્યકિતને કોઇ ઇલેકટ્રીક સંદેશાને મોકલતો હોય બનાવતો હોય સંગ્રહ કરતો હોય કે ટ્રાન્સમીટ કરતો હોય કે કોઇ ઇલેકટ્રીક સંદેશાને મોકલાવવા ઉતપન્ન કરાવવા સંગ્રહ કરાવવા કે ટ્રાન્સમીટ કરાવવાનું કામ કરતો હોય તે પરંતુ તેમા ઇન્ટરમીડીએરનો સમાવેશ થતો નથી. (ઝેડ-બી) ઠરાવેલુ – એટલે આ કાયદા હેઠળ બનાવવામાં આવેલ નિયમો મુજબનું હોય તે (ઝેડ-સી) પ્રાઇવેટ કી – એટલે ડીજીટલ સીગ્નેચર ઉત્પન્ન કરવા માટે વપરાયલી ચાવીની જોડી પૈકીની એક ચાવી (ઝેડ-ડી) પબ્લીક કી – એટલે ડીજીટલ સીગ્નેચરને ચકાસવા માટે વાપરવામાં આવતી ચાવીની જોડી પૈકીની ચાવી અને જેને ડીજીટલ સીગ્નેચર સર્ટીફીકેટની યાદીમાં સમાવેલ હોય તે (ઝેડ-ઇ) સિકયોર સીસ્ટમ – એટલે એવી કોમ્પ્યુટર હાર્ડવેર સોફટવેર અને પ્રક્રીયા કે જેમા (એ) અનધિકૃત રીતે મેળવવામાંથી કે દુરૂપયોગ થવામાંથી વ્યાજબી રીતે સલામત છે (બી) જે વ્યાજબી પ્રમાણમાં વિશ્વસનિયતા અને ખરી કામગીરી પુરી પાડતી હોય (સી) જે કામ કરવાનો ઇરાદો હોય તેને માટે વ્યાજબી રીતે યોગ્ય હોય અને (ડી) સામાનય રીતે સ્વીકાયૅ સલામતીની પ્રક્રિયાઓને અનુરૂપ હોય તે (ઝેડ-એફ) સિકયોરીટી કાયૅરીતિ – એટલે કેન્દ્ર સરકાર દ્રારા કલમ-૧૬ હેઠળ નિયત કરવામાં આવેલ સલામતીની પ્રક્રીયા (ઝેડ-જી) સબસ્ક્રાઇબર – એટલે ડીજીટલ સીગ્નેચર ઇલેકટ્રોનીક રેકોડૅ કે પબ્લીક કીના સંદર્ભમાં તેના ગ્રામેટીકલ અથૅઘટનો અને સરખા ઉચ્ચારણો સહિત તેને નકકી કરવુ પછી તે (એ) સબસ્ક્રાઇરની પબ્લીક કીની સાથે મળતી આવતી ખાનગી કીના ઉપયોગથી તેની ડીજીટલ સીગ્નેચર સાથે જોડવામાં આવેલ શરૂઆતનો ઇલેકટ્રોનીક રેકોડૅ (બી) જેનો શરૂઆતનો ઇલેકટ્રોનીક રેકર્ડ યથાવત રીતે જાળવવામાં આવ્યો હોય કે ડીઝીટલ સીગ્નેચર સાથે જોડવામાં આવેલ સધારેલ ઇલેકટ્રોનિક રેકોર્ડમાં સુધારો કરવામાં આવ્યો હોય તે (૨) આ કાયદામાં આ કાયદાની કોઇ રચના કે તેની કોઇપણ જોગવાઇના સંદર્ભમાં કોઇ વિસ્તાર કે જયાં આ કાયદાની કોઇ રચના કે તેની કોઇપણ જોગવાઇ અમલમાં ના હોય ત્યાં ત્યાં પણ તે વિસ્તારમાં જો કોઇ તેને મળતા આવતા કોઇ કાયદા કે તેની કોઇ જોગવાઇ અમલમાં હોય તો તો તે વિસ્તારના સંદભૅમાં આ કાયદો અમલમાં છે તેવું ગણી લેવાનુ છે. નોંધઃ- (૧) સન ૨૦૧૭ના નાણાં અધિનિયમ ક્રમાંક ૭ મુજબ કલમ-૨ ની પેટા કલમ (ડી) પછી (ડી-એ) ઉમેરવામાં આવેલ છે. અમલ તારીખ- ૦૧/૦૪/૨૦૧૭ (૨) સન ૨૦૧૭ના નાણાં અધિનિયમ ક્રમાંક ૭ મુજબ કલમ-૨ ની પેટા કલમ (એન) રદ કરવામાં આવેલ છે. અમલ તારીખઃ- ૦૧/૦૪/૨૦૧૭