ઇલેકટ્રોનિક રેકોડૅસની અધિકૃતતા - કલમ:૩

ઇલેકટ્રોનિક રેકોડૅસની અધિકૃતતા

(૧) આ કાયદાની જોગવાઇઓની શરતે કોઇ સબસ્ક્રોઇબર પોતાની ડીજીટલ સીગ્નેચર લગાવીને પોતાના ઇલેકટ્રોનિક રેકોડૅને અધિકૃત કરી શકશે. (૨) ઇલેકટ્રોનિક રેકોડૅની અધિકૃતતા માટે એસીમેટ્રીક ક્રીપ્ટો સીસ્ટમ અને હેસ ફંકશનનો ઉપયોગ કરવામાં આવશે અને તેના પરિણામે શરૂઆતનો ઇલેકટ્રોનીક રેકોડૅના કવર અને બદલાવીને બીજા ઇલેકટ્રોનિક રેકોડૅમાં બદલવામાં આવશે. સ્પષ્ટીકરણઃ- આ પેટા કલમના હેતુ માટે હેસ ફંકશન એટલે આલ્ગોરીધમ મેપીંગ અથવા અમુક બીટસની (ધબકારા) સીકવન્સનુ અન્ય બીટમાં ભાષાંતર જે સામાન્યત સંક્ષિપ્ત હોય છે તેને હેસ રીઝલ્ટ તરીકે ઓળખવામાં આવે છે અને આવા ઇલેકટ્રોનિક રેકડૅ દરેક વખતે કે જયારે આલ્ગોરીથમ કરવામાં આવે ત્યારે ઇલકેટ્રોનિક રેકડૅનુ એવું જ હેસ રીઝલ્ટ આપે છે અને ઇલકેટ્રોનીક રેકડૅનો એજ ઇનપુટ (પરિણામ) રહેશે અને તે ગણતરીની દષ્ટિએ કરી શકાય તેવું અથવા સગવડભર્યું હશે જેથી (એ) આલ્ગોરીધમથી તૈયાર કરવામાં આવેલ હેસ પરિણામમાંથી મુળ ઇલેકટ્રોનિક રેકોડૅને મેળવવા માટે કે ફરી બનાવવા માટે (બી) આલ્ગોરીધમ વાપરવાથી બે ઇલકેટ્રોનિક રેકડૅસ એક સરખું હેસ રીઝલ્ટ લાવી શકે છે. (૩) કોઇપણ વ્યકિત સબસ્ક્રાઇબરની પબ્લીક કી નો ઉપ્યોગ કરીને ઇલેકટ્રોનિક રેકડૅને ચકાસી શકે છે (૪) સબસ્ક્રાઇબર માટે ખાનગી ચાવી અને પબ્લીક ચાવીનો ઉપયોગ એક ખાસ પ્રકારનો હોય છે અને એ રીતે કામકાજ માટેની ચાવીઓની અદભુત જોડી બનાવે છે.