ઇલેકટ્રોનિક સીગ્નેચર - કલમ:૩(એ)

ઇલેકટ્રોનિક સીગ્નેચર

(૧) કલમ-૩ માં ગમે તે જોગવાઇ કરવામાં આવી હોય તો પણ પેટા કલમ (રાની જોગવાઇઓ મુજબ સબસ્ક્રાઇબર કોઇ ઇલેકટ્રોનિક રેકડૅને આવી ઇલકેટ્રોનિક સીગ્નેચર કે છોકટ્રોનિક અધિકૃતતા કરવાની ટેકનીકથી અધિકૃત કરી શકે છે કે જે (એ) વિશ્વવાસપાત્ર ગણવામાં આવે છે અને (બી) તેને બીજા પરિોિમાં પણ કોવી શકાય છે. (૨) આ કલમના હેતુ માટે કોઇપણ ઇલકેટ્રોનિક સીગ્નેચર કે ઇલેકટ્રોનિક અધિકૃતતાની ટેકનિકને વિશ્વાસપાત્ર ગણવામાં આવશે જો તે (એ) સીગ્નેચર સર્જનના ડેટા કે અધિકૃતતાવાળો ડેટા જેના સંદર્ભમાં તેનો ઉપયોગ કરવામાં આવે કે તેને સીગ્નેચર સાથે જોડવામાં આવે કે યથાપ્રસંગ અધિકૃત કરનારનો અને તેના સિવાયના બીજા કોઇ ન હોય તો (બી) સીગ્નેચર બનતો ડેરો કે તેની અધિકૃતતાવાળો ડેટા સહી કરતી વખતે સહી કરનારના નિયંત્રણ હેઠળ સોય કે થથાપ્રસંગ અધિકૃત કરનાર સિવાય બીજી કોઇ વ્યકિતના નિયંત્રણ હેઠળ ના હોવો જોઇએ. (સૌ) ઇલેક્ટ્રોનીક સીગ્નેચર ચોંટાડવામાં આવ્યા બાદ જો તેમા કોઇ ફેરફાર કરવામાં આવે તો તે શોધી શકાય તેવો હોવો જોઇએ. (ડી) કોઇ માહીતીમાં તેને ઇલેકટ્રોનિક સીગ્નેચરથી અધિકૃતવાળુ કરવામાં આવ્યા બાદ જો તેમાં કોઇ ફેરફાર કરવામાં આવે તો તે શોધી શકાય તેવું હોય છે. (ઈ) તે અન્ય નિયત કરવામાં આવે તેવી શરતોને પણ સંતોષતી હોય છે. (૩) કોઇ ઇલેકટ્રોનિક સીગ્નેચર શું તે જે વ્યક્તિની છે કે જેણે તે કરી છે કે અધિકૃત કરી છે તેની ખાત્રી કરવા કેન્દ્ર સરકાર નિયત કરે તેવી કાયૅવાહીની રચના કરશે. (૪) કેન્દ્ર સરકાર ઓફીસીયલ ગેઝેટમાં નોટીફીકેશન પ્રસિધ્ધ કરીને ઇલેકટ્રોનિક સીગ્નેચર કે ઇલેકટ્રોનિકલ પ્રમાણિકતા યુકિત (ઓર્થનટીકેશન ટેકનીક) અને બીજા પરિશીષ્ટમાંથી તે ચોંટાડવાની તેમાં કંઇ ઉમેરવાની કે તેમાંથી કંઇક કાઢી નાંખવાની કાર્યપધ્ધતિ નકકી કરી શકે જોગવાઇ કરવામાં આવી છે કે બીજા પરિશિષ્ટમાં ઇલેકટ્રોનિક સીગ્નેચર કે ઓથેન્ટીકેશન ટેકનીક દર્શાવવામાં નહી આવે સિવાય કે તેની સીગ્નેચર કે ટેકનીક વિશ્ર્વાસ પાત્ર હોય (૫) પેટા કલમ (૪) હેઠળ કરવામાં આવેલા દરેક નોટીફીકેશન સંસદના બન્ને ગૃહો સમક્ષ રજૂ કરવામાં આવશે.