ઇલેકટ્રોનિકસ રેકોડૅસને કાયદાકીય માન્યતા - કલમ:૪

ઇલેકટ્રોનિકસ રેકોડૅસને કાયદાકીય માન્યતા

કોઇ કાયદામાં જોગવાઇ હોય કે માહિતી કે અન્ય કોઇપણ વિષય હોય તે લેખિત સ્વરૂપે હોવું જોઇએ કે ટાઇપથી લખાયેલું હોવું જોઇએ કે છાપેલા ફોમૅમાં હોવું જોઇએ તો એવા કાયદામાં ગમે તે લખેલ હોય તો પણ એવી જરૂરિયાત સંતોષાયલી ગણાશે કે જો તેવી માહીતી કે વિષય એવું છે કે (એ) ઇલેકટ્રોનિક સ્વરૂપમાં તે હોય કે તેને ઇલેકટ્રોનિક સ્વરૂપમાં પ્રાપ્ય બનાવવામાં આવ્યુ હોય અને (બી) તે ત્યાર પછીના સંદભૅમાં ઉપયોગમાં લઇ શકાય તેવું હોવું જોઇએ. ઇલેકટ્રોનિક સ્વરૂપમાં જો કોઇ બાબત અથવા માહિતી આપવામાં આવી હશે જેથી કરીને તે પછીના પ્રસંગે પણ ઉપયોગમાં લઇ શકાય તો કાયદાની એવી જરૂરત કે એવી માહિતી કે એવી કોઇ બાબત લેખિત સ્વરૂપમાં કે ટાઇપ કરેલો સ્વરૂપમાં હોવો જોઇશે. એવી બાબત સંતોષાયેલી ગણાશે.