ઇલેકટ્રોનીકસ સીગ્નેચરને કાયદાકીય માન્યતા - કલમ:૫

ઇલેકટ્રોનીકસ સીગ્નેચરને કાયદાકીય માન્યતા

જો કોઇ કાયદામાં એવી જોગવાઇ હોય કે કોઇ માહિતી કે અનય બીજા સાહિત્યને સીગ્નેચર લગાડીને અધિકૃત કરવામાં આવે કે અન્ય કોઇપણ દસ્તાવેજમાં કોઇ વ્યકિતની સહી થયેલ હોવી જોઇએ કે સહી થવી જોઇએ તો તેવા કાયદામાં ગમે તે જોગવાઇ કરવામાં આવી હોય તો પણ તેવી જરૂરીયાત સંતોષાયેલી માની લેવામાં આવશે જો તેવી માહીતી કે સાહિત્યને ઇલેકટ્રોનિક સીગ્નેચરથી અધિકૃત કરવામાં આવેલ છે અને એ માટે કેન્દ્ર સરકાર દ્રારા નિયત કરવામાં આવે તેવી પધ્ધતિ નિયત કરવામાં આવશે. સ્પષ્ટીકરણઃ- આ કલમના હેતુ માટે સહી કરેલ એટલે તે શબ્દના તમામ વ્યકરણીય અથૅઘટનોમાં અને સરખા ઉચ્ચરણો સહિત તેનો અથૅ કોઇ વ્યકિત ના સંદર્ભમાં જે તે દસ્તાવેજ ઉપર તેની હાથે લખાયેલી સહી કે કોઇ નિશાન ચોંટાડવી અને સહી એટલે શબ્દનો અથૅ પણ એ જ રીતે કરવામાં આવશે.