સરકારી અને તેની એજન્સીઓમાં ઇલેકટ્રોનિક રેકોડૅસનો અને ઇલેકટ્રોનિક સીગ્નેચરનો ઉપયોગ - કલમ:૬

સરકારી અને તેની એજન્સીઓમાં ઇલેકટ્રોનિક રેકોડૅસનો અને ઇલેકટ્રોનિક સીગ્નેચરનો ઉપયોગ

(૧) જો કોઇ કાયદામાં એવી જોગવાઇ કરવામાં આવી હોય કે (એ) કોઇ ફોમૅ અરજી કે અન્ય કોઇ દસ્તાવેજો કોઇ ઓફીસ સતા સંસ્થા કે પોતાની માલીકીની કે યોગ્ય સરકારથી નિયંત્રિત કોઇ એજન્સીમાં ફાઇલ કરવા માટે અમુક ખાસ રીત નકકી કરવામાં આવી હોય તો (બી) ગમે તે નામે ઓળખાતી સંસ્થા દ્રારા કોઇ ખાસ રીતે કોઇ પરવાનો પરમીટ મંજુરી કે સ્વીકૃતિ આપવમાં આવ્યાનું કે મંજુરી આપવામાં આવેલાનું જણાવવામાં આવતું હોય તો (સી) નાણાં મેળવ્યાની પહોંચ અથવા નાણાંની ચુકવણી અમુક રીતે કરવાની હોય એવી જોગવાઇ કરવામાં આવી હોય તો પછી તત્સમયે પૂરતા પ્રવતૅમાન કોઇપણ કાયદામાં ગમે તે જોગવાઇ કરવામાં આવેલ હોય તો પણ આવી જરૂરીયાત પુણૅ થયાનો સંતોષ માનવામાં આવશે કે જો આવું ફાઇલ કરવાનું આપવાનુ મંજુર કરવાનું પહોંચ કે ચુકવણું યથાપ્રસંગ યોગ્ય સરકાર દ્રારા નિયત થયેલ રીતે ઇલેકટ્રોનિક સ્વરૂપે કરવામાં આવેલ છે. (૨) પેટા કલમ (૧) ના હેતુ માટે યોગ્ય સરકાર નિયમો બનાવી નીચે પ્રમાણે ઠરાવી શકશે. (એ) ઇલેકટ્રોનિક રેકોડૅ કેવી રીતે ફાઇલ કરવું ઉત્પન્ન કરવો અને કાઢી આપવો એની રીત અને સ્વરૂપ (બી) ખંડ (એ) મુજબ ઇલેકટ્રોનિક રેકોડૅને ફાઇલ કરવા માટે પેદા કરવા માટે અને કાઢી આપવા માટે તેની ચુકવણી કેવી રીતે અને કયાં પ્રકારે કરવી તે