સેવા આપનાર દ્રારા સેવા પુરી પાડવા બાબત - કલમ:૬(એ)

સેવા આપનાર દ્રારા સેવા પુરી પાડવા બાબત

(૧) યોગ્ય સરકાર ઓફીસીયલ ગેઝેટમાં જાહેર કરવામાં આવે તેવો હુકમ કરીને આ પ્રકરણના હેતુઓ માટે અને ઇલેક્ટ્રોનિક માધ્યમથી જાહેર જનતાને કુશળતા પુવૅક સેવા પુરી પાડવા માટે કોઇપણ સેવા આપનારને કોમ્પ્યુટરથી સગવડો અને અન્ય સેવાઓ પુરી પાડવા તેમજ તેવી સેવા માટે સેટ અપ તૈયાર કરવા તેને મેઇનટેન કરવા અને અપડેટ કરવા અધિકૃત કરી શકશે. સ્પષ્ટીકરણઃ- આ કલમના હેતુ માટે આ કલમ હેઠળ અધિકૃત કરવામાં આવેલ સેવા પુરી પાડનારમાં કોઇપણ વ્યકિત ખાનગી એજન્સી ખાનગી કંપની ભાગીદારી પી એકલી માલીકીની પેટી કે અન્ય એવી કોઇ બોડી કે એજન્સીનો સમાવેશ થાય છે કે જેને યોગ્ય સરકાર દ્રારા ખાસ રીતે પરવાનગી આપવામાં આવેલ હોય જે ઇલેકટ્રોનિક માધ્યમ દ્રારા આવી સેવા આપવાની પોલીસી મુજબ તેને અનુરૂપ રીતે સેવા આપવા પોતાની ઓફર મોકલી શકે. (૨) યોગ્ય સરકાર પેટા કલમ (૧) હેઠળ અધિકૃત કરવામાં આવેલ કોઇ સેવા આપનારને પોતે આપેલી સેવા માટે યોગ્ય સરકાર દ્રારા નિયત કરવામાં આવે તે રીતે સેવા પાડવાનો સવીસ ચાજૅ એકઠા કરવા પોતા પાસે રાખવા અને તેનો ઉપયોગ કરવા માટે પણ અધિકૃત કરી શકે (૩) આ અધિનિયમ નિયમો કાનુન કે જાહેરનામા કે જે મુજબ સેવા પુરી પાડવામાં આવતી હોય તેવા સેવા પુરી પાડનારને સર્વીસ ચાજૅ એકઠા કરવા પોતા પાસે રાખવા અને તેનો ઉપયોગ કરવા માટે સ્પષ્ટપણે કોઇ જોગવાઇ કરવામાં ન આવી હોય તો પણ આ કલમની જોગવાઇઓ હેઠળ પેટા કલમ (૨) ની જોગવાઇઓની શરતે યોગ્ય સરકાર સેવા આપનારને તે આ કલમની જોગવાઇઓ મુજબ સેવા પુરી પાડેલ સેવાનો સર્વીસ ચાજૅ એકઠા કરવા પોતા પાસે રાખવા અને તેનો ઉપયોગ કરવા માટે પણ અધિકૃત કરી શકે. (૪) આ કલમ હેઠળ યોગ્ય સરકાર ઓફીસીયલ ગેઝેટમાં જાહેરનામું પ્રસિધ્ધ કરીને સીસ ચાજનું ધોરણ કરાવી શકશે જે મુજબ સેવા પુરી પાડનાર સીસ ચાર્જ કરી શકશે અને વસુલ કરી શકશે. જોગવાઇ કરવામાં આવી છે કે યોગ્ય સરકાર જુદા જુદા પ્રકારની સેવાઓ માટે જુદા જુદા સર્વિસ ચાર્જેસ નકકી કરી શકશે.