
ઇલેકટ્રોનિક રેકડૅનો કબ્જો રાખવા બાબત
(૧) જયાં કોઇ કાયદામાં જોગવાઇ કરવામાં આવી હોય કે દસ્તાવેજો રેકડૅસ કે માહીતીનો કબ્જો કોઇ ચોકકસ સમય માટે રાખવામાં આવશે તો તેવી જરૂરિયાત સંતોષાયલી ત્યારે ગણાશે કે જયારે તેવા દસ્તાવેજો રેકડૅસ કે માહિતીને ઇલેકટ્રોનિક સ્વરૂપમાં કબ્જો રાખવામાં આવેલ હોય (એ) તેમાની માહીતી જયારે ત્યાર પછીના સમયે રેફરન્સ માટે ઉપયોગમાં લઇ શકાય તેવી રીતે તે પ્રાપ્ય થાય તેવી રીતે રાખેલી હોય (બી) તેવી માહિતીનો ઇલેકટ્રોનિક રેકડૅ એવા ફોમૅટમાં રાખવામાં આવેલ હોય કે જેમાં તે અસલ સ્વરૂપે ઉત્પન્ન કરવામાં આવેલ મોકલવામાં આવેલ કે મળેલ હોય અને તે એવા ફોરમેટમાં હોવો જોઇએ કે જેથી તે ફરી બતાવવામાં આવે ત્યારે એવી જ ચોકકસતાથી અસલ માહીતી ઉત્પન્ન કરવામાં આવેલ મોકલવામાં આવેલ કે મળેલ હોય તેવી જ હોય (સી) તેની વિગતો એવી હોવી જોઇએ કે જેથી તેને ઓળખવામાં સવલત મળે કે જેથી તેની અસલતા તે કયાંથી આવી તે મોકલવાની તારીખ અને સમય કે એવા ઇલેકટ્રોનિક સ્વરૂપે તે મળેલ હોય તે જ સ્વરૂપે તે ઇલેકટ્રોનિક રેકડૅમાં પ્રાપ્ય હોય. જોગવાઇ કરવામાં આવી છે કે આ ખંડ એવી કોઇ માહિતીને લાગુ પડતું નથી કે જે માહિતી પોતાની મેળે ઉત્પન્ન થયેલ હોય અને તેનો એક માત્ર હેતુ એવો હોય કે તેવો ઇલેકટ્રોનિક રેકડૅ પ્રાપ્ય કરવા મોકલવામાં આવેલ હોય કે મેળવેલ હોય. (૨) આ કલમમાંની કોઇપણ જોગવાઇ એવા કોઇ કાયદાને લાગુ નહી પડે કે જેમાં સ્પષ્ટ રીતે જોગવાઇ કરવામાં આવેલ હોય કે કોઇ દસ્તાવેજ રેકડૉ કે માહિતીને ઇલેકટ્રોનિક રેકડૅના સ્વરૂપમાં રાખવામાં આવે.
Copyright©2023 - HelpLaw