
ઇલેકટ્રોનિક સ્વરૂપે નિયમો કાયદા વિગેરેનું પ્રકાશન
જો કોઇ કાયદામાં એવી જોગવાઇ કરવામાં આવેલ હોય કે કોઇ નિયમ કાયદો હુકમ પેટા કાયદો હુકમનામું કે અન્ય કોઇ પણ બાબત ઓફીસીયલ ગેઝેટમાં પ્રસિધ્ધ કરવામાં આવશે તો જો તેવા નિયમ કાયદો હુકમ પેટા કાયદો હુકમનામુ । કે અન્ય કોઇપણ બાબત ઓફીસીયલ ગેઝેટ કે ઇલેકટ્રોનિક ગેઝેટમાં પ્રસિધ્ધ કરવામાં આવે તો તેવી જરૂરીયાત સંતોષાયેલી છે તેવું માની લેવામાં આવશે. જોગવાઇ કરવામાં આવી છે કે જો કોઇ નિયમ કાયદો હુકમ પેટા કાયદો હુકમનામુ કે અન્ય કોઇપણ બાબત ઓફીસીયલ ગેઝેટ કે ઇલેકટ્રોનિક ગેઝેટમાં પ્રસિધ્ધ કરવામાં આવે તો તે ગેઝેટની પ્રસિધ્ધિની તારીખ સૌ પ્રથમ તે જે ગેઝેટમાં પ્રસિધ્ધ કરવામાં આવેલ હોય તે તારીખે તે પ્રસિધ્ધ થયેલ છે એવુ માની લેવામાં આવશે.
Copyright©2023 - HelpLaw