કલમ-૬, ૭ અને ૮ થી એવો કોઇ હકક મળી નથી જતો કે જેથી અમુક દસ્તાવેજને ઇલેકટ્રોનિક ફોમૅમાં જ સ્વીકારવાનો આગ્રહ રાખી શકાય - કલમ:૯

કલમ-૬, ૭ અને ૮ થી એવો કોઇ હકક મળી નથી જતો કે જેથી અમુક દસ્તાવેજને ઇલેકટ્રોનિક ફોમૅમાં જ સ્વીકારવાનો આગ્રહ રાખી શકાય

કલમ-૬, ૭ કે ૮ માં એવી કોઇ જોગવાઇ કરવામાં આવેલ નથી કે જેથી કોઇ વ્યકિતનો એવો કોઇ હકક ઉત્પન્ન થાય કે તે એવો આગ્રહ રાખી શકે કે કેન્દ્ર સરકારના કોઇ પ્રધાનોની કચેરી કે ખાતું કે રાજય સરકાર કે કોઇ સતા (ઓથોરીટી) કે બોડી કે જેની રચના કેન્દ્ર સરકાર કે રાજય સરકાર દ્રારા કરવામાં આવી હોય કે તેના નિયંત્રણ હેઠળ હોય કે જેની સ્થાપના કેન્દ્ર સરકાર કે રાજય સરકારે કરેલ હોય તેણે તેના કોઇ દસ્તાવેજને સ્વીકારીને આપીને ઉત્પન્ન કરીને ધારણ કરીને અને સાંચવીને ઇલેકટ્રોનિક સ્વરૂપે જ રાખવા કે ઇલેકટ્રોનિક સ્વરૂપે કોઇ આર્થિક વ્યવહાર કરવો.