ઇલેકટ્રોનિક સીગ્નેચરના સંદભૅમાં કેન્દ્ર સરકારનો નિયમો બનાવવાની સતા - કલમ:૧૦

ઇલેકટ્રોનિક સીગ્નેચરના સંદભૅમાં કેન્દ્ર સરકારનો નિયમો બનાવવાની સતા

કેન્દ્ર સરકાર આ કાયદાના હેતુ માટે કોઇ નિયમો બનાવીને નીચે પ્રમાણે ઠરાવી શકશે. (એ) ઇલેકટ્રોનિક સીગ્નેચરના પ્રકાર (બી) ઇલેકટ્રોનિક સીગ્નેચર ચોંટાડવાની રીત અને ફોમૅટ (સી) ઇલેકટ્રોનિક સીગ્નેચર ચોંટાડનાર વ્યકિતની ઓળખ પુરી પાડવાની સવલત માટેની રીત કે કાયૅપધ્ધતિ (ડી) ઇલેકટ્રોનિક રેકડૅ તે તેના નાણાની ચુકવણીના ખાનગીપણા અને સલામતી પ્રમાણીકતા માટે પુરતી કાયૅપધ્ધતિ અને પ્રક્રીયાઓ પર નિયંત્રણ થાય તેની ખાત્રી કરવી અને (ઇ) ઇલેકટ્રોનિક સીગ્નેચરને કાનુની અસર આપવા માટે જરૂરી હોય તેવી અન્ય બાબતો.