ઇલેકટ્રોનિક માધ્યમ દ્રારા કરવામાં આવેલ કરારની કાયદેસરતા - કલમ:૧૦(એ)

ઇલેકટ્રોનિક માધ્યમ દ્રારા કરવામાં આવેલ કરારની કાયદેસરતા

જયાં કરારની રચના કરતી વખતે દરખાસ્તની આપ લે દરખાસ્તનો સ્વીકાર દરખાસ્ત નામંજુર કરવા બાબત અને દરખાસ્ત સ્વીકારવા બાબત યથાપ્રસંગ તેને ઇલેકટ્રોનિક સ્વરૂપે રજુ કરવામાં આવેલ હોય કે ઇલેકટ્રોનિક રેકડૅના માધ્યમથી આવા કરાર કરવામાં આવે તો તે કરારનું પાલન માત્ર તે હેતુ માટે ઇલેકટ્રોનિક ફોમૅ કે ઇલેકટ્રોનિક માધ્યમનો ઉપયોગ તે માટે કરવામાં આવેલો હોવાના એક માત્ર કારણથી તે કરારનું પાલન ના કરી શકાય તેવુ માની ના લેવાય.