ઇલેકટ્રોનિક રેકર્ડ મોકલ્યાની અને પહોંચ્યાની તારીખ અને સમય - કલમ:૧૩

ઇલેકટ્રોનિક રેકર્ડ મોકલ્યાની અને પહોંચ્યાની તારીખ અને સમય

(૧) સિવાય કે મુળ રચયિતા અને મેળવનાર વચ્ચે નકકી થયું હોય તો ઇલેકટ્રોનિક રેકડૅ રવાના થયાનું ત્યારે ગણાય કે જયારે તે મુળ રચયિતાના નિયંત્રણ બહાર કોઇ કોમ્પ્યુટર સાધનોમાં પ્રવેશે. (૨) સિવાય કે મુળ રચયિતા અને મેળવનાર વચ્ચે નકકી થયું હોય તો ઇલેકટરોનિક રેકડૅ પહોચ્યાનો સમય નીચેની રીતે નકકી કરવામાં આવશે. (એ) જો મેળવનારે ઇલેકટ્રોનિક રેકોડૅ મેળવવા સારૂ કોમ્પ્યુટર રિસોસૅ બનાવ્યું હશે તો (૧) ઇલેકટરોનિક રેકડૅ પહોંચ્યાનો સમય ત્યારે નકકી થાય કે જયારે તે નિયત કોમ્પ્યુટર સાધનોમાં પ્રવેશે કે (૨) જો જેને મોકલવાનું છે તેના કોમ્પ્યુટર સાધનોમાં તે ઇલેકટ્રોનિક રેકડૅ મોકલવામાં આવ્યું હોય અને જો તેવું કોમ્પ્યુટર સાધન નિયત કરેલ ના હોય તો પહોંચની સ્વીકૃતિ તમારે થઇ ગણાય કે જયારે જેને મોકલવામાં આવ્યુ હોય તેણે તે પુનઃપ્રાપ્ત કરેલ હોય (બી) જો જેને મોક્લવાનું છે તેણે પોતાના કોમ્પ્યુટરને સાધનને નિયત કરેલ ના હોય અને ચોકકસ સમય જો હોય તો નકકી કરેલ ના હોય તો પહોંચની સ્વીકૃતિ થઇ ત્યારે ગણાય કે જયારે ઇલેકટ્રોનિક રેકર્ડ જેને મોકલવાનું છે તેના કોમ્પ્યુટરના સાધનોમાં પ્રવેશ કરે (૩) સિવાય કે મુળ રચયિતા અને મેળવનાર વચ્ચે નકકી કે થયું હોય તો ઇલેકટ્રોનિક રેકર્ડ મોકલવામાં આવ્યું છે તેવું માની લેવામાં ત્યારે આવશે કે જયારે મુળ રચયિતાના ધંધા કરવાના સ્થળે તે મોકલવામાં આવ્યું હોય અને પહોંચ્યુ છે તેવું માની લેવામાં ત્યારે આવશે કે જયારે તે જેને મોકલવાનું છે તેના ધંધા કરવાના સ્થળે તે પહોંચ્યું હોય (૪) પેટા કલમ (૨) ની જોગવાઇઓ લાગુ પડશે પછી ભલે કોમ્પ્યુટર સાધન હોવાનું સ્થળ અને પેટા કલમ (૩) હેઠળ જયાં ઇલેક્ટ્રોનિક રેકર્ડ સ્વીકારવામાં આવ્યું હોવાનું માની લેવામાં આવે તે સ્થળે જુદું હોય (૫) આ કલમના હેતુ માટે (એ) જો મુળ રચયિતા અને જેને મોકલવાનું છે તેના એક કરતાં વધું ધંધાના સ્થળો હોય તો તેમના ધંધાની મુખ્ય જગ્યાને જ ધંધાનું સ્થળ ગણવામાં આવશે. (બી) જો મુળ રચયિતા અને જેને મોકલવાનું છે તેના પાસે ધંધાનુ સ્થળ નહીં હોય તો તેમના રહેણાંકને ધંધાનું સ્થળ નહીં હોય તો તેમના રહેણાંકને ધંધાનું સ્થળ ગણવામાં આવશે. (સૌ) સામાન્ય ધંધાનું સ્થળ એટલે કોર્પોરેટ બોડી (સંસ્થા) ના સંદભૅમાં જયાં તે રજીસ્ટર થયેલ તે હોય તે સ્થળ