કન્ટ્રોલર અને અન્ય અધિકારીઓની નિમણુંક
(૧) કેન્દ્ર સરકાર ઓફીસીયલ ગેઝેટમાં જાહેરનામુ પ્રસિધ્ધ કરીને આ કાયદાના હેતુ માટે કન્ટ્રોલર ઓફ સર્ટીફાઇંગ ઓથોરીટીની નિમણુંક કરી શકશે અને એ જ જાહેરનામામાં કે ત્યાર બાદ વખતો વખત જાહેરનામા પ્રસિધ્ધ કરીને જોઇએ તેટલી સંખ્યામાં નાયબ કન્ટ્રોલૉ આસીસ્ટન્ટ કન્ટ્રોલૉ અન્ય અધિકારીઓ અને કમૅચારીઓ નીમી શકશે. (૨) કન્ટ્રોલર કેન્દ્ર સરકારની સુચનાઓ મુજબ । અને તેના સામાન્ય નિયંત્રણ હેઠળ આ કાયદા હેઠળની કામગીરી બજાવશે. (૩) નાયબ કન્ટ્રોલૉ અને આસીસ્ટન્ટ કન્ટ્રોલૉ તેમને કન્ટ્રોલર દ્રારા તેમની જનરલ દેખરેખ અને નિયંત્રણ હેઠળ સોંપવામાં આવે તેવા કામો કરશે. (૪) કન્ટ્રોલર નાયબ કન્ટ્રોલૉ આસીસ્ટન્ટ કન્ટ્રોલૉ અન્ય અધિકારીઓ અને કમૅચારીઓની નોકરીની લાયકાત અનુભવ નોકરીની શરતો અને બોલીઓ કેન્દ્ર સરકાર નકકી કરે તેવી રહેશે (૫) કન્ટ્રોલરની હેડ ઓફીસ અને બ્રાન્ચ ઓફીસના સ્થળો કેન્દ્ર સરકાર નકકી કરે ત્યાં અને કેન્દ્ર સરકારને યોગ્ય લાગે તેમ તે સ્થળોએ આ ઓફીસોને સ્થાપવામાં આવશે. (૬) કન્ટ્રોલરની ઓફીસનુ સીલ રાખવામાં આવશે.
Copyright©2023 - HelpLaw