
કન્ટ્રોલરના કાયૅ
કન્ટ્રોલર નીચે દશૅાવેલા બધા કે તેમાંના કોઇપણ કામ કરી શકશે જેમ કે (એ) સટીફાઇંગ ઓથોરીટીની (પ્રમાણિત કરનારી સતાઓ) પ્રવૃતિઓ ઉપર દેખરેખ રાખશે. (બી) સટીફાઇંગ ઓથોરીટીની જાહેર ચાવીઓને અધિકૃત કરશે. (સી) સટીફાઇંગ ઓથોરીટી દ્વારા જાળવવાના ધોરણો નકકી કરવાનું (ડી) સટીફાઇંગ ઓથોરીટીના કમૅચારીઓની લાયકાતો અને અનુભવ નકકી કરશે. (ઇ) સટીફાઇંગ ઓથોરીટી જે શરતોને આધારે પોતાના ધંધા કરી શકે તે નકકી કરશે. (એફ) ઇલેકટ્રોનિક સીગ્નેચર સટીફીકેટ અને પબ્લીકના સંદભૅમાં તેમાં કેવી લેખિત છાપેલી કે દ્રશ્ય સામગ્રી વાપરી શકાય અને જાહેરાતો કે જે વહેંચી શકાય અને વાપરી શકાય (જી) ઇલેકટ્રોનિક સીગ્નેચર સટીફીકેટ અને પબ્લીક કી માટેનું ફોમૅ અને તેમાંની વિગત નકકી કરી શકશે. (એચ) સટીફાઇંગ ઓથોરીટીના હિસાબો કેવી રીતે રાખવા અને તેનું ફોમૅ નકકી કરી શકશે. (આઇ) ઓડીટરો નિમવાની શરતો અને બોલીઓ અને તેમનું કેટલું વેતન ચુકવવું તે નકકી કરી શકશે. (જે) સટીફાઇંગ ઓથોરીટી દ્રારા સ્થાપવામાં આવતી ઇલેકટ્રોનિક સીસ્ટમને સવલતો આપવી પછી તે એકલાની હોય કે બીજા સટીફાઇંગ ઓથોરીટી સાથે સંયુકત રીતે હોય અને એવી સીસ્ટમના કાયદા નકકી કરી શકશે. (કે) સટીફાઇંગ ઓથોરીટી તેના સબસ્ક્રાઇબસૅ સાથે પોતાના વ્યવહારો ચલાવી શકે તેની રીતે નકકી કરી શકશે. (એલ) સર્ટીફાઇંગ ઓથોરીટી તેના સબસ્ક્રાઇબસૅ વચ્ચેનો કોઇ વિવાદ હોય તો તેને ઉકેલવાનું કામ કરશે (એમ) સટીફાઇંગ ઓથોરીટીની ફરજો નકકી કરી શકશે. (એન) દરેક સટીફાઇંગ ઓથોરીટીના ડીસ્કલોઝર રેકોડૅમાંનો ડેટાબેઝની જાળવણી કરશે અને તેમા કાયદા દ્રારા નિયત કરવામાં આવે એવી વિગતો હશે કે જે જાહેર જનતાને પણ મળી શકશે.
Copyright©2023 - HelpLaw