
વિદેશી સટીફાઇંગ ઓથોરીટીને માન્યતા
(૧) કાયદા દ્રારા નિયત કરવામાં આવે તેવી શરતો અને નિયંત્રણોને અનુરૂપ રહીને કન્ટ્રોલર કેન્દ્ર સરકારની પુવૅ મંજુરી મેળવીને ઓફીસીયલ ગેઝેટમાં જાહેરનામુ પ્રસિધ્ધ કરીને વિદેશી સટીફાઇંગ ઓથોરીટીને સટીફાઇંગ ઓથોરીટી તરીકે આ કાયદાના હેતુ માટે માન્યતા આપી શકશે. (૨) જયારે કોઇ સટીફાઇંગ ઓથોરીટીને પેટા કલમ (૧) હેઠળ માન્યતા આપવામાં આવી હોય ત્યારે તેવી સટીફાઇંગ ઓથોરીટીએ ડીજીટલ સહી પ્રમાણપત્ર (ઇલેકટ્રોનિક સીગ્નેચર સટીફીકેટ) આપેલ હોય તો તે આ કાયદાના હેતુ માટે કાયદેસરનુ ગણાશે. (૩) જો કન્ટ્રોલરને સંતોષ થાય કે સટીફાઇંગ ઓથોરીટીએ આ કાયદા હેઠળની કોઇપણ શરતો અને નિયંત્રણો કે જેને આધારે પેટા કલમ (૧) હેઠળ માન્યતા મળી હોય તેનો ભંગ કરેલ હોય છે તો કારણોની લેખીત નોંધ કરીને ઓફીસીયલ ગેઝેટમાં જાહેરનામું પ્રસિધ્ધ કરીને તેવી માન્યતા રદ કરી શકશે.
Copyright©2023 - HelpLaw