ઇલેકટ્રોનિક સીગ્નેચર સટીફીકેટ આપવાનો પરવાનો - કલમ:૨૧

ઇલેકટ્રોનિક સીગ્નેચર સટીફીકેટ આપવાનો પરવાનો

(૧) પેટા કલમ (૨)ની જોગવાઇઓને આધીન રહીને કોઇપણ વ્યકિત ઇલેકટ્રોનિક સીગનેચર સર્ટીફીકેટ મેળવવાની અરજી કન્ટ્રોલરને કરી શકશે (૨) જયાં સુધી કેન્દ્ર સરકારે નિયત કરેલ હોય તેવી અરજદારની લાયકાત અનુભવ માનવ શકિત આર્થિક સગવડો કે બીજી કોઇ ઇન્ફ્રાસ્ટ્રકચરની સવલતોના સંદભૅમાં એવી જરૂરીયાત કે જે ઇલેકટ્રોનિક સીગ્નેચર સટીફીકેટ માટે જરૂરી હોય તે અરજદાર સંતોષે નહીં ત્યાં સુધી તેને પેટા કલમ (૧) હેઠળ લાયસન્સ આપવામાં આવશે નહી. (૩) આ કલમ હેઠળ આપવામાં આવેલ લાયસન્સ (એ) કેન્દ્ર સરકાર નકકી કરે તેટલા સમય માટે કાયદેસરનું ગણાશે (બી) તે અન્ય કોઇને ટ્રાન્સફર કરી શકાશે નહી કે વારસાગત નહી હોય (સી) કાયદા દ્રારા સ્પષ્ટ જોગવાઇ કરવામાં આવી હોય તેવી શરતો અને બોલીઓનું પાલન કરવાની શરતે આપવામાં આવશે.